સમય મારો સાધજે વ્હાલા

મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે. ગમે તેટલું ટાળીએ પણ આવવાનું નક્કી. અંત સમયે માનવના મનની સ્થિતિ કેવી હોય તેના પર તેની જીવનભરની તપશ્ચર્યાનો આધાર રહેલો છે. એક રીતે મૃત્યુ એ જીવનની પરીક્ષા છે. તે સમયે માણસના મુખમાં ભગવાનનું નામ હોય, જીવનમાં જે કરવા જેવું હતું તે કરી લીધું એનો આત્મસંતોષ ઝળકતો હોય, મૃત્યુનો ભય ન હોય, પ્રિયતમ પરમાત્માની સાથે ભળી જવાની તૈયારી અને ખુમારી હોય તો તેવું મરણ ધન્ય. સાંભળો સંત પુનીતનું આ પ્રસિદ્ધ ભજન ભાસ્કર શુકલના સ્વરમાં.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

– સંત ‘પુનીત’

COMMENTS (10)
Reply

કોઈ પણ શોકના પ્રસંગે બેસવા જઈએ તો આ ભજનથી શરુ કરીએ
મધુર ગાયકી

પુનિત મહારાજને યાદ કરાવી દીધા.

ત્રિવેદી પરિવાર.

Reply

maru priya geet ! Hu pan vadodarano bahenaa !

બહુ જ સુન્દર ….

Reply

પુનિત મહારાજના બીજા ભજનો મુક્વા વિનંતી.

Reply

જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે. અદભુત .. ખુબસુરત …

Reply

આ ગીત મેં મારા મમ્મીના ભજનમાં સાભળ્યું હતું અને જ્યારે સાંભળું ત્યારે માની યાદ આવે.

અદભુત .. ખુબસુરત …
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.
………..
હંમેશા નિભાવી છે મેં દિલદારી,
પરંતુ જીવનઅંતે તો સ્વાર્થી થાવું છે !
તારી બાંહોમાં સમાયીને,
તારાથી આગળ થાવું છે!
હોઠો પર રટણ શ્રીજીનું ને,
શ્વાશોમાં સુગંધ તારી ભરીને ,
મારે નિંદ્રાધીન થાવું છે .
– પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

ખૂબજ સુંદર આ ભજન છે. આ કોઈના શોકમાં જાય ત્યારે ગાવા માટે નું નથી પરંતુ હંમેશાં ગાવાનું ભજન છે, જે પ્રભુને રોજ વિનવણી કરે છે કે જો જો ભગવાન સમય ક્યારે શું આવશે તેની ખબર નથી, બસ, તારાથી દૂર કરતો નહિ અને મારા દરેક સમયને તું સાચવી લે જે.
મારી જીવાદોરી તને સોપું છું.

Reply

વાહ ….. મૃત્યુ નામની હોડી લઈ અમૃતમય સાગરમાં આનંદરૂપી ઈશ્વરને મળવા જવાની વાત છે.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.