એવું કેમ લાગે છે મને ?

નર મટી નારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
બારણું બારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

એક તો સૂરજ ડૂબ્યાનો વસવસો છે આંખમાં, એની ઉપર,
આંસુ પણ ભારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

એક સુખથી સો દુઃખો વચ્ચે જ છે સંભાવનાનો વ્યાપ પણ,
મારે ગાંધારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

આપણે ઈતિહાસ રચવા ક્યાંકથી આવ્યા છીએ પૃથ્વી ઊપર,
હોવું અખબારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

પિંગળા માની દીધાં મેં શ્વાસનાં અમૃતફળો, ઓ જિંદગી,
ભાગ્ય ભરથારી* થવાનું હોય એવું કેમ લાગે છે મને ?

ગાંસડી રૂની લઈ ‘ચાતક’ વિચારે છે બરફના શહેરમાં,
‘કોઈ ચિનગારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?’

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

(*ભરથારી – ભરથરી, ભર્તૃહરિનું અપભ્રંશ ગ્રામીણ બોલીમાં)

COMMENTS (10)
Reply

Kyaa khoob gazal..
ગાંસડી રૂની લઈ ‘ચાતક’ વિચારે છે બરફના શહેરમાં,
‘કોઈ ચિનગારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?’

    Thank you Rakeshbhai

Reply

khub saras

Reply

વાહ આખી ગઝલ અને એમાય મક્તા આફરીન… !!

    Thank you Ashokbhai

Reply

Very very nice ghazal. Loved it

    Thank you Devikaben

Reply

નર મટી નારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
આ વાકય થી તો એવું લાગે છે ભાઈ નો જાતિ પલટો થયી રહીયો છે

Reply

મિથનો ચાતુર્યપૂર્વક ઉપયોગ ગમ્યો બીજી વાત વાત દરેક પુરુષમાં સ્ત્રીજન્ય હોરમન્સ હોય જ છે પણ આખી જિંદગીએકજ હોરમન્સ પુરુષમાં કાર્યાંંવિત રહેશે પણ સ્ત્રીઓમાં ઉંમર મુજબ હોરમન્સ બદલાતા રહે છે .. નખશિખ સરસ ગઝલ નવી વાતને શબ્દમાં કંડારવા બદલ અભિનંદન

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.