[Painting by Amita Bhakta]
*
અશ્રુઓ જળથી વધારે કૈં નથી,
જિંદગી પળથી વધારે કૈં નથી.
ઊંઘને માનો પથારી જો તમે,
સ્વપ્ન એ સળથી વધારે કૈં નથી.
હસ્તરેખા છે અધૂરા દાખલા,
હાથ કાગળથી વધારે કૈં નથી.
હાર જીત એનો પુરાવો છે ફકત,
પાંચ આંગળથી વધારે કૈં નથી.
હોય ખુદ્દારી જો માનવનું શિખર,
યાચના તળથી વધારે કૈં નથી.
મિત્રતા છાંયે નીતરતાં ઝાડવાં,
શત્રુ બાવળથી વધારે કૈં નથી.
દેહ પીંજર છે ને પંખી પ્રાણનું,
શ્વાસ સાંકળથી વધારે કૈં નથી.
મસ્ત ઝરણાં જેવી ‘ચાતક’ની ગઝલ,
‘વાહ’ ખળખળથી વધારે કૈં નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
[…] .(http://www.mitixa.com/2017/3998.htm) […]
લાંલી રદીફમાં કહેવાયેલી ગઝલ જેમાં માનવની મર્યાદાનું સુપેરે બયાન કવિશ્રી સચોટપણે અદા કર્યું છે
Thank you Kishorbhai for your encouraging words
વાહ મજાની ગઝલ.
સરસ….
હોય ખુદ્દારી જો માનવનું શિખર,
યાચના તળથી વધારે કૈં નથી.
Thank you Rakeshbhai
સીધી કરો તો થઈ જાય દોરી,
સીંદરી વળથી વધારે કૈં નથી.
🙂 Thank you
દેહ પીંજર છે ને પંખી પ્રાણનું,
શ્વાસ સાંકળથી વધારે કૈં નથી… વાહ મજાની ઉપમા..
આખી ગઝલ સરસ થઈ છે.. .
Thank you Ashokbhai
Wahhh
આભાર