Press "Enter" to skip to content

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો.

જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર પ્રતિભાવ દર્શાવવા પોસ્ટની નીચે લખેલ comments/પ્રતિભાવ નો ઉપયોગ કરશો. યુનિકોડ ગુજરાતીમાં લખી શકાય એ માટે વિવિધ સગવડ હવે ઉપલબ્ધ છે. છતાં જો તમને ગુજરાતીમાં લખવાનું ન ફાવે તો એને અંગ્રેજી લિપિમાં લખી શકો. અમે તમારા વતી તેનું ગુજરાતી કરી દઈશું. આખરે વાંચવાની મઝા તો ગુજરાતીમાં જ આવે, ખરું ને ?

246 Comments

  1. Rajiv Jasani
    Rajiv Jasani September 3, 2008

    બહુ જ સરસ ! હદય ને સ્પર્શી ગયું.

  2. Navnit Parmar
    Navnit Parmar September 2, 2008

    આદરણીય મીતિક્ષાબેન,
    આ સાઇટ [Fun_4_Amdavadi_Gujarati] ઉપરથી ધ્યાનમાં આવી….ખુબ સુન્દર છે.
    પ્રથમવાર ગુજરતી લખવા મળ્યું, તમારો ખુબ ખુબ આભાર ઇ-મેઇલ માં “ગુજરાતી લખતા શીખવવા બદલ”.
    એક ગઝલ છે. “ચાલ્યા જ કરુ છું……ચાલ્યા જ કરુ છું. આ જગત જન્મ્યું જ્યારથી ચાલ્યા જ કરું છું”. હોય તો વેબ સાઈટ ઉપર મુકજો. આભાર સહ.
    [ આપની ફરમાઈશ સાંભળો ચાલ્યા જ કરું છું – admin]

  3. admin
    admin September 2, 2008

    અજીતભાઈ,
    સૂચન માટે આભાર. તમારી વાત સો ટકા સાચી છે. આ થીમ જ ગાંજાપ્રેસનું છે, એટલે એમાં એનું પાન તો આવવાનું જ. તમારી જેમ જ બીજા મિત્રોએ પણ ટકોર તો કરેલી કે બદલી નાખવું જોઈએ. પણ પછી વિચાર આવ્યો કે જે રીતે ગાંજાના બંધાણીઓને એના વગર ન ચાલે એમ આ સાઈટ પણ સાહિત્યરસિકો માટે જ છે કે જેમને એના વગર ન ચાલે. તો વ્યસનની યાદ રહે તેમાં બહુ વાંધો નહીં.
    મને મરીઝની પંક્તિઓ યાદ આવે છે …
    જે એ કહે કે કોઈ ન વ્યસન હોવું જોઈએ
    કેટલું અઘરું એનું જીવન હોવું જોઈએ ! 🙂

  4. Ajit Desai
    Ajit Desai September 2, 2008

    Congratulations,
    Really Nice web site with lots of old creation as well as new ones.
    With all due respect, you might want to change the graphics on your website. I belive it resembels Ganja or POT (American Slang) Don’t ask me how I know it.

  5. વૈભવ રાણા
    વૈભવ રાણા August 29, 2008

    આદરણીય મીતિક્ષાબહેન તથા સહસર્જકો,
    નમસ્તે, આજે ગુજરાતી સાહિત્ય વેબ-જગત આપની સુંદર વેબસાઇટ દ્વારા પરિપૂર્ણ થયું હોય એવું લાગે છે. ખરેખર આપનું આ કાર્ય ખુબજ સરાહનીય છે. બસ આ જ રીતે આપણી સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર થતો રહે એવી આશા.
    મારાં હ્રદયની ભાવનાઓને વાચા આપવામાં હું અસમર્થ છું તેથી આટલું જ લખીને આપને ફરીથી અભિનંદન પાઠવું છું. જય શ્રી કૃષ્ણ.

  6. Deepak
    Deepak August 25, 2008

    પ્રિય મિતિક્ષા બહેન,

    તમારા આ અતિ સુન્દર નિર્ણયને અને અભિનવ સોપાન ને લાખ લાખ અભિનન્દન !
    જીવનની ક્ષણ્રભંગુરતાને તમે કેવી – પાનબાઈની – ઝડપ થી પામી ગયા! અમે તો ૬૧ વરસના થવા આવ્યા ને હજી વિચાર્યા કરીએ છીએ ! આજ થી જ ગાંઠ બાંધું છું. કંઈંક તો કરવાનું શરુ કરી દઉં છું. તેના માટે કોઈ ગમખ્વાર ઘટના ઘટવી આવશ્યક નથી, નથી અને નથી જ !
    ભરુચ ને વતન બનાવ્યું છે, છેલ્લા ૩૦ વરસથી. તમે અહિંના છો. વાહ ક્યા બાત હૈ. ગર્વ અનુભવું છું. અમીબહેન તમારો ઋણી બન્યો છું. આજે પહેલી વખત ગુજરાતી કી બૉર્ડ વાપરતાં આજે શીખ્યો તેનો ખૂબ ખૂબ આનંદ છે. વારંવાર અહીં મળતા રહીશું.
    ઇશ્વર તમારી કલમમને તાકાત અને તાઝગી બક્ષે તેવી શુભ કામના સહ.
    દીપક ના સ્નેહ વંદન.

  7. Shailesh
    Shailesh August 22, 2008

    અમી બેન,
    ખરેખર માદરે વતનની યાદ કરાવી દીધી તમે તો..થોડી વાર વતનની યાદના વાયરાએ ચક્ષુ ભીંજવી નાખ્યા, મુબારક, ધન્યવાદ શુક્રિયા. નથી શબ્દ વર્ણન જે વર્ણવે મારી લાગણીને. ખુબ ખુબ શુભેચ્છા, પ્રેમ અને લાગણીઓ…..

  8. admin
    admin August 21, 2008

    અજીતભાઈ,
    ગુજરાતીમાં લખવા માટે શું કરવું તે તમે કોમેન્ટ લખતી વખતે show keyboard પર કલીક કરશો તો સમજાઈ જશે. અમુક અક્ષરો લખવા તમારે બે-ત્રણ કી વાપરવી પડશે અને કેપીટલ લેટરનો પણ ઉપયોગ કરવો પડશે. જેમ કે કિ લખવા ki , કી લખવા kI (અહીં I કેપિટલ છે) અને કં (અનુસ્વાર) લખવા kaM ( અહીં પાછો M કેપિટલમાં) ટાઈપ કરવું પડશે. જો તમારે તમારા કોમ્પ્યુટર પર ગુજરાતી install કરવું હોય તો અહીં જુઓ.
    http://www.swargarohan.org/Web/Gujarati.htm
    આશા રાખું કે આપને આ સુચનોથી મદદ મળશે.
    તો હવે હાસ્યરસનો ખજાનો ક્યારે મોકલો છો ?

  9. Ajit Patel (Whitby)
    Ajit Patel (Whitby) August 21, 2008

    તમારી સાઈટ ખુબ જ સરસ છે, પરન્તુ પાકા ભોજનમાં મિઠાઇ ના હોય તેવુ લાગે છે. સાહિત્ય તો સરસ જ છે પણ તેમા કોઇ હાસ્યરસ નથી. You need to add some Jokes site.
    Thank you for your exellent efforts and hard work.
    If you need I can send lots of jokes in GUJARATI.
    Only you have to upgrade your keyboard with proper consonant (વ્યન્જન્)
    દીરઘાઇ લખી શકાતી નથી….. અનુસ્વાર (.) માથે મીન્દુ પડ્તુ નથી….વગેરે ચેક કરશો.
    જોકસ તો હું મોકલી આપીશ but only because of writting trouble I can’t. If I am doing some mistake in understanding, how to write so pl. teach me by my e-mail address.
    Thankx

  10. Ajit Patel (Whitby)
    Ajit Patel (Whitby) August 21, 2008

    મારા મિત્ર દ્વારા આ સાઇટ ધ્યાનમાં આવી….ખુબ સુન્દર પ્રયત્ન છે.
    I try to wrote in gujarati, but it is not pick-up some words. like T for Tomato, always ‘ત’ લખાય chhe. same for chhe it is pick-up ‘ચ્હે’… some of these things you should improve, otherwise it is exellent source of Gujarati Sahitya for the people who are living in abroad.

  11. આજે જ આ સાઇટ ધ્યાનમાં આવી- એસ.વી.ના સંમેલનને આભારી.
    સુંદર પરિચય અને ચૂંટેલા કાવ્યો.
    આપની આ યાત્રા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ.

  12. Dinesh Gandhi
    Dinesh Gandhi August 17, 2008

    Hi !
    Please find me a fun poem which I read 10 years ago in Gujarati newspaper and now I lost it’s cutting. The opening words were like :
    Paranya ne pacchis varsh thaya, have shu thai ? and ending words were like : Chal apane banne thaki gaya, Ek cup chaha banav, apne banne adhadi adhadi piye.”
    Its a very nice helerious and very long poem. Please find me out. I will really apperciate. Thanks.
    Dinesh Gandhi. U.S.A.

  13. Atul
    Atul August 10, 2008

    મારું જીવન અંજલિ થાજો … સાંભળીને મને યોગેશ્વરજીનું ‘જીવતા દેવોને સેવો…’ યાદ આવી ગયું. આ ગીત સાઈટ પર મુકશો તો વધુ ગમશે.

  14. Dhwani joshi
    Dhwani joshi August 8, 2008

    આપનો બ્લોગ આજે જ ધ્યાનમાં આવ્યો… આટલી સરસ સાઈટ ”આઉટ ઓફ સાઈટ” કેમની થઈ ગઈ..!! એમાં જરા મારી વ્યસ્તતા જવાબદાર… ખેર.. ખુબ જ સરસ સાઈટ છે… અને આપની મહેનત પણ જોઇ જ શકાય છે…!! આપની સાથે ચર્ચા કરવી ગમશે.. જો શક્ય હોય તો,આપનું ઈ-મેલ મને આપશો.. ધન્યવાદ..
    અને હા, ખુબ ખુબ આભાર આપનો.. જો તમે મારા બ્લોગની મુલાકાત ન લીધી હોત તો આ ”મીતિક્ષા.કોમ” કદાચ મારી જાણ બહાર રહેત..!! મને લાભ ન મળત..! ”મીતિક્ષા.કોમ” ને ખુબ ખુબ શુભેચ્છા..

  15. Kaushik Patel
    Kaushik Patel July 24, 2008

    Mitaxiben,
    Firstly, I am also a Baaaaaarodian, secondly Janakbhai Dave is also my fast friend. I simply wanted to congratulate u for such a fine collection. Looking forward to your success,
    With lot of good wishes and hearty blessings,(my old age privilege).

  16. Ashish Joshi
    Ashish Joshi July 11, 2008

    Very very nice site for Gujarati People. This is a great service for “Gujarati Samaj”. People will remember you in history.
    Everyday I suggest this site to some person.
    If possible, Pl. put HOME button on every page.
    With Regards.

  17. Dr.Himanshu pathak
    Dr.Himanshu pathak July 4, 2008

    hello Daxesh, i hope i m right track to write u. i opened this web with open mind today as i have time today. i believe u r really god gifted creative. congratulations from pathaks. bye

  18. Rajan Shah
    Rajan Shah July 1, 2008

    I am glad to see nicely designed Gujarati web site.Congratulation to mitixaben and daxeshbhai for serving Gujarati language.
    – Rajan Shah (vancouver, Canada)

  19. કુણાલ
    કુણાલ June 30, 2008

    મીતિક્ષાબેન, સૌપ્રથમ તો મારા જીવનપુષ્પનો અહીં સમાવેશ કરવા માટે ખુબ ખુબ આભાર ..
    તમારો આ બ્લોગ આજ સુધી નજર બહાર રહ્યો !! અને ખબર ત્યારે પડી જ્યારે અહીં “જીવન પુષ્પ”ની લિંક જોઇને કોઇ ત્યાં આવ્યું !!!
    ખુબ જ સુંદર બનાવી છે તમે આ જગા … અને સાચું કહું તો તમે કહ્યું એ મુજબ ઈશ્વરે ફરી એક તક તમને કદાચ સાહિત્યના સર્જન-પોષણ માટે જ આપી હશે .. !!
    પ્રભુને એ જ પ્રાર્થના કે તમને વધુ ને વધુ શક્તિ આપે જેથી તમે આ જ દિશામાં આગળ વધુ પ્રગતિ કરતા રહો …
    આવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.