જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ આજે માણીએ મનહર ઉધાસના સ્વરમાં.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
*
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે … જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલીમાં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઇ રહી છે … જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌમાં નિરાળી
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે છે સાદાઇમાં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે … જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે … જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે … જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’ અધુરા પ્રણયપાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે … જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

- આસીમ રાંદેરી

8 Responses to “જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે”

  1. pragnaju Says:

    મધુર મધુર ગાયકી

  2. Preetam Lakhlani Says:

    મનહર ઉધાસના સ્વરમાં આ નઝમને જયારે પણ સાંભળુ છુ ત્યારે ઝુમી ઉઠુ છુ. સ ર સ…. selection!

  3. Tapan Says:

    Dear All

    i want a small poem for my born boy name “meet” to inform my all friends & Relative
    બાળક નુ “મીત” નામ જણાવવા માટે એક નાનકડિ કવિતા
    Email : tap11in@gmail.com

  4. Dr. Chandravadan Mistry Says:

    જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
    દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
    ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
    હજીય શ્વાસની તારા સુવાસ આવે છે..;
    સરસ ગીત….શબ્દો છે સરસ અસીમભાઈના…..સરસ રીતે ગાયું છે મનહરભાઈએ….
    અને અભાર મતિક્ષાબેનો કે આ પોસ્ટરૂપે સૌને આપ્યું…ચંદ્રવદન

  5. Nirali Says:

    મારે ગગનવાસી ધરા પર……..ગઝલ સાંભળવી છે.
    [ટુંક સમયમાં પ્રસ્તુત કરીશું - admin]

  6. Purvi Says:

    Beautiful gazal!! આજના જમાનામાં આવી સાદી છોકરી કોને ગમે છે ? but still this is called real beauty, because “Beauty is simplicity” superb! pls keep posting.

  7. Dr P A Mevada Says:

    આ જાણીતી ગઝલ ખૂબજ સહજ રીતે એક શબ્દ ચિત્ર બનાવી દે છે, મનહર ઉધાસે પણ ગાવામાં, અને સ્વરરચનામાં કમાલ કરી છે.

  8. Kishor Tailor Says:

    ઘણું સરસ. આભાર
    - કિશોર

Leave a Reply