Press "Enter" to skip to content

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં.
*

*
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
*
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે … જુઓ લીલા

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે … જુઓ લીલા

છે લાલીમાં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઇ રહી છે … જુઓ લીલા

ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી
છતાંય એની રંગત છે સૌમાં નિરાળી
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઇમાં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે … જુઓ લીલા

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે … જુઓ લીલા

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે … જુઓ લીલા

કોઇ કે છે જાયે છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરા પ્રણયપાઠને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે … જુઓ લીલા

– આસીમ રાંદેરી

12 Comments

 1. pragnaju
  pragnaju April 7, 2010

  મધુર મધુર ગાયકી

 2. Preetam Lakhlani
  Preetam Lakhlani April 7, 2010

  મનહર ઉધાસના સ્વરમાં આ નઝમને જયારે પણ સાંભળુ છુ ત્યારે ઝુમી ઉઠુ છુ. સ ર સ…. selection!

 3. Tapan
  Tapan April 8, 2010

  Dear All

  i want a small poem for my born boy name “meet” to inform my all friends & Relative
  બાળક નુ “મીત” નામ જણાવવા માટે એક નાનકડિ કવિતા
  Email : tap11in@gmail.com

 4. Dr. Chandravadan Mistry
  Dr. Chandravadan Mistry April 9, 2010

  જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
  દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
  ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
  હજીય શ્વાસની તારા સુવાસ આવે છે..;
  સરસ ગીત….શબ્દો છે સરસ અસીમભાઈના…..સરસ રીતે ગાયું છે મનહરભાઈએ….
  અને અભાર મતિક્ષાબેનો કે આ પોસ્ટરૂપે સૌને આપ્યું…ચંદ્રવદન

 5. Nirali
  Nirali May 12, 2010

  મારે ગગનવાસી ધરા પર……..ગઝલ સાંભળવી છે.
  [ટુંક સમયમાં પ્રસ્તુત કરીશું – admin]

 6. Purvi
  Purvi May 19, 2010

  Beautiful gazal!! આજના જમાનામાં આવી સાદી છોકરી કોને ગમે છે ? but still this is called real beauty, because “Beauty is simplicity” superb! pls keep posting.

 7. Dr P A Mevada
  Dr P A Mevada June 2, 2010

  આ જાણીતી ગઝલ ખૂબજ સહજ રીતે એક શબ્દ ચિત્ર બનાવી દે છે, મનહર ઉધાસે પણ ગાવામાં, અને સ્વરરચનામાં કમાલ કરી છે.

 8. Kishor Tailor
  Kishor Tailor August 13, 2010

  ઘણું સરસ. આભાર
  – કિશોર

 9. હિતેશ માખેચા
  હિતેશ માખેચા September 9, 2010

  ઘણું સરસ. આભાર

 10. Sapana
  Sapana May 18, 2011

  ખૂબ સરસ રચના અને મનહરભાઈની ગાયીકી ક્યા બાત હૈ….દક્ષેશભાઈ આમ તો બધી લાઈનમાં ..લગાગા લગાગા લગાગા લગાગાના ચાર આવર્તન છે પણ ત્રીજી લાઈન લાંબી થાય છે. આ કેવી રીતે થાય છે બની શકે તો સમજાવશો.. લીલાને અનુલક્ષીને જે ગીત બન્યું છે એ તાદ્રશ્ય લીલાને રૂબરૂ કરે છે ..વાહ અસીમભાઈ.
  – સપના

 11. admin
  admin May 18, 2011

  સપનાબેન,
  છંદને કારણે લાઈનો ગોઠવી નહોતી. પણ તમે હવે ટકોર કરી જ છે તો એની ફેરગોઠવણી કરી દીધી … 🙂

Leave a Reply to Kishor Tailor Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: