ગોપીઓ અને ગોપબાળોને ગોકુળમાં મુકીને કૃષ્ણ કર્તવ્યની રાહે મથુરા ગયા ત્યારે કૃષ્ણના વિરહમાં પીડાતી ગોપીની મનોભાવનાને આ ગીત વ્યક્ત કરે છે. મથુરાથી ઉદ્ધવજી ગોકુળ આવે છે ત્યારે ગોપીઓને જ્ઞાનનો સંદેશ આપી સાંત્વના ધરવા પ્રયાસ કરે છે પણ અવ્યક્ત કરતાં વ્યક્તને માનનાર ગોપીઓને એ ગળે ઉતરતું નથી. તેઓ ઉદ્ધવજી મારફત કૃષ્ણને સંદેશ મોકલે છે. ગીતના અંતભાગમાં .. કુબ્જાને પટરાણી કહેશું વિરહની આગ વ્યક્ત કરે છે. સ્ત્રી સામાન્ય રીતે બીજી પ્રેયસીને ધિક્કારતી હોય છે પણ કૃષ્ણ કોઈ રીતે પણ જો ગોકુળ આવતા હોય તો કુબ્જાને પટરાણી કહેવા તેઓ રાજી છે. માણો ભગા ચારણ રચિત હૃદયસ્પર્શી પદ.
*
લતા મંગેશકર
*
*
ઐશ્વર્યા મજમુદાર
*
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
– ભગા ચારણ
19 Comments