*
વ્યક્ત થયેલાં હર્ષ બહુ મોંઘા પડ્યા,
સાચવેલા સ્પર્શ બહુ મોંઘા પડ્યા.
રાખવી’તી સહીસલામત લાગણી,
ચામડીના પર્સ બહુ મોંઘા પડ્યા.
પ્રેમરોગીની દવા મોંઘી ન’તી,
દાક્તરો ને નર્સ બહુ મોંઘા પડ્યા.
મિત્રતા સૌને અનાયાસે મળી,
લોહીના સંઘર્ષ બહુ મોંઘા પડ્યા.
યુદ્ધ તો જીતી ગયા સહેલાઈથી,
તીર ને તરકશ બહુ મોંઘા પડ્યા.
જિંદગી ‘ચાતક’ હવાનો ખેલ, ને
શ્વાસના સર્કસ બહુ મોંઘા પડ્યા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]
વર્ષો થયા ભૂલા પડ્યા ને અહીં શ્વાસ ખાલી થાય છે
શ્વસો છો ને વહી દડ્યા ને અહીં ભ્રાસ ખાલી થાય છે
—-રેખા શુક્લ