Press "Enter" to skip to content

સમયની સહી


[A Painting by Donald Zolan]
*
ઘટે છે કૈંક ઘટનાઓ તમે જે ચહી નથી હોતી,
અમસ્તી આંખમાં અશ્રુની ખાતાવહી નથી હોતી.

હું તમને પ્રેમ કરવાનો પુરાવો લઈને આવ્યો છું,
મને સમજાય છે વાતો તમે જે કહી નથી હોતી.

ઘણા વરસો પછી જોયા તો મનમાં પ્રશ્ન ઉદભવ્યો,
અમુક ચહેરા ઉપર શાને સમયની સહી નથી હોતી?

અને એ યાદ આવ્યું તો ચકાસ્યા મેંય હોઠોને,
સુખદ સ્પર્શોની કોઈપણ નિશાની રહી નથી હોતી.

હું હમણાં પ્રેમ કરવા પર પ્રવચન દઈને આવ્યો છું,
ઘણાં છે દર્દ જેમાં દોસ્ત, આંખો વહી નથી હોતી.

ગઝલ આવે જ છે મળવા સમય પર, પૂછ ‘ચાતક’ને,
સમયસર આપણે કેવળ કલમને ગ્રહી નથી હોતી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

  1. Hitesh Rathod
    Hitesh Rathod June 12, 2024

    ઘણા વરસો પછી જોયા તો મનમાં પ્રશ્ન ઉદભવ્યો,
    અમુક ચહેરા ઉપર શાને સમયની સહી નથી હોતી?

    અપ્રતિમ!

    • admin
      admin July 3, 2024

      ખૂબ ખૂબ આભાર

  2. કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી"
    કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી" February 16, 2022

    પથરાઈ રહી છે ગલીઓમાં રાત,
    ગલીની શૂન્યતાની તુટી રહી છે ભાત,

    શરીરના અવાજો પથરાતા ગલીઓમાં,
    શરીરો કેવાં સજતા ભર બજારમાં,

    ગણિકા, દેવદાસી નામે ધ્રૃત ઠગતા,
    સમાજ ઠેકેદાર દેહ ચુથતા બજારમાં,

    દેહનું લાલિત્ય ખોવાયું ભીડમાં,
    પીડાતી રહી પીડા લલનાઓની બજારમાં,

    સ્પર્શી રહી છે હિનતા સર્વેને મનમાં,
    મુક દર્શક હૃદય સધળા આ બજારમાં.

    *નામ :-કેતનકુમાર કાંતિલાલ બગથરિયા “રાહી”*

  3. રમેશ કોટક
    રમેશ કોટક February 16, 2022

    અને એ યાદ આવ્યું તો ચકાસ્યા મેંય હોઠોને,
    સુખદ સ્પર્શોની કોઈપણ નિશાની રહી નથી હોતી

    કેવી મીઠી વેદના. ..
    ખૂબ સરસ ગઝલ
    દક્ષેશભાઈ 👍🙏

  4. Devesh Dave
    Devesh Dave December 11, 2020

    Jay ho Chatak
    Sundar rachana

    • admin
      admin January 1, 2021

      આભાર દેવેશભાઈ

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' October 26, 2020

    વાહ… કવિ સુંદર ગઝલ…… રદીફ પણ ગમી…

    • admin
      admin January 1, 2021

      અશોકભાઈ,
      તમને ગઝલ ગમી એનો આનંદ.
      🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.