[Painting by Donald Zolan]
*
ફૂલ કે ફોરમ ઘરે લાવ્યો નથી,
પ્રેમમાં ભમરો જરી ફાવ્યો નથી.
સૂર્ય ઈર્ષ્યાથી જો સળગી જાય તો?
દીવડો એથી જ પેટાવ્યો નથી.
લાગણીનું છે પ્રવાહી રૂપ, પણ,
સ્વાદ આંસુનો મને ભાવ્યો નથી.
છાંયડો સુખમાં પડે ના એટલે,
માંડવો સમજીને બંધાવ્યો નથી.
જિંદગી, તું ધ્યાનથી જોજે ફરી,
મેં પીડાનો પેગ મંગાવ્યો નથી.
મારી પાસે આગ છે ને અશ્રુઓ,
મારી પાસે એકલા કાવ્યો નથી.
હું થયો ‘ચાતક’ પ્રતીક્ષા પામતાં,
મેં સમયને માત્ર હંફાવ્યો નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Very Nice Poem
Thank you!
Be safe!! Bhai and Family
Yes, we are fine. Hope you are also fine. Take care.
વાહ… ટુંકી બહરમાં સરસ ગઝલ….!!
Thank you Ashokbhai ..:)
ખૂબ સરસ રચના👍
Nice presentation !!
વાહ ખૂબ સરસ ! 👌👌