[Painting by Donald Zolan]
*
રખડતી રેત જોઈને સમંદર યાદ આવે છે,
નદીનાં હેત જોઈને સમંદર યાદ આવે છે.
હથેળીનાં મુલાયમ શહેરમાં ભૂલો પડું ત્યારે
સમયનાં પ્રેત જોઈને સમંદર યાદ આવે છે.
હવાના દીર્ઘ આલિંગન પછી થથરેલ ફુલોમાં,
પ્રણય સંકેત જોઈને સમંદર યાદ આવે છે.
મીંચાતી આંખ, ભીના હોઠ, બળતાં શ્વાસના જંગલ,
લિબાસો શ્વેત જોઈને સમંદર યાદ આવે છે.
સુશીતલ ચાંદનીમાં ભડભડે હૈયે અગન ‘ચાતક’,
ક્ષણો અનપેત જોઈને સમંદર યાદ આવે છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલ… !!
દ્વૈત્મા કાફિયો તુટે છે…
અશોકભાઈ,
છેલ્લા શેરમાં કાફિયા બદલ્યો છે. સૂચન બદલ આભાર.