[Photo by Donald Zolan]
*
ઈંટ-રેતીમાં બબાલો થઈ શકે,
ભીંતમાં એથી તિરાડો થઈ શકે.
પ્રેમ ને આબોહવામાં સામ્યતા,
બેયમાં જળથી મૂંઝારો થઈ શકે.
જો ઉદાસી છત ઉપર ટહુકા કરે,
બંધ બારીથી સવાલો થઈ શકે.
એ અખતરાથી થયું સાબિત કે,
પ્રેમ ઈર્ષ્યાથી સવાયો થઈ શકે.
રાતદિ પડછાયા જેવો લાગતો,
દોસ્ત પીડાથી પરાયો થઈ શકે.
સાંજ કેવળ એક ઘર આ વિશ્વમાં
સૂર્યથી જ્યાં રાતવાસો થઈ શકે.
હું લખું છું એટલે ‘ચાતક’ ગઝલ,
કોઈને માટે દિલાસો થઈ શકે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આપની રચના ખરેખર ખુબ સુંદર છે પરંતુ એક કવી તરીકે આપનો “બબાલો” શબ્દ પ્રયોગ (કે જે ગુજરાતી શબ્દકોષ માં જ નથી) રુચિકર નથી લાગતો, હમાણાં થોડા સમય પહેલાં અખબાર માં વાંચ્યુ હતું કે ગુજરાતમાં ૯૦% ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં નબળા છે કે તેમને શુધ ગુજરાતી બોલતા કે લખતાં નથી આવડતું, અને તેથી ગુજરાતી કવીઓ અને લેખકોની ખાસ ફરજ બને છે કે તેઓ ભાષા શુ્ધીકરણ પ્રત્યે સજાગ રહે
વાહ ખૂબ સરસ…..રાધેકૃષ્ણ
સુંદર ગઝલ ચોથો શે’ર નવીન દમદાર
Thank you Kishorbhai