તમારા પ્રતિભાવ રહ્યાં છે કહી,
મામલો બીચકતાં ગયો છે રહી,
અમારી નજરમાં હતાં કાગળો,
તમે આંખ મારી કરી છે સહી.
*
वो दिन भी क्या दिन हुआ करते थे,
तुम अलाद्दीन, हम जीन हुआ करते थे
कसूर मुहोब्बतका की दरिया हो गये,
वरना हम भी सीयाचीन हुआ करते थे
*
ટેરવાંની ડાળ ઉપર સ્પર્શના ફૂલો ઊગાડી ક્યાં તમે ચાલ્યા ગયા,
આંખની સૂની હવેલી સ્વપ્નથી ભરચક સજાવી ક્યાં તમે ચાલ્યા ગયા,
હોઠ નાગરવેલનાં તાજા ચૂંટેલા પાન જેવાં રસભીનાં ન્હોતા છતાં,
આમ ચુંબનનો અચાનક મ્હેંકતો કાથો લગાવી ક્યાં તમે ચાલ્યા ગયા.
*
अगर मिलना जरूरी है, बिछडना भी जरूरी है
कभी रातों में सूरज का निकलना भी जरूरी है
यहाँ पर्वत भी कटता है नदी की एक ख्वाहिश पर,
किसीके वासते खुद को बदलना भी जरूरी है ।
*
તીર કામઠાની વચ્ચે તલવાર બનીને બેઠો છું,
બેય કિનારા જાણે છે, મઝધાર બનીને બેઠો છું.
સ્મિત ને આંસુના ઝઘડાનો ન્યાય કરું કેવી રીતે,
ગામ લાગણીનું છે ને સરકાર બનીને બેઠો છું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મજાનાં મુકતક… નવા જ કલ્પન અને પ્રતિકોથી ભરપૂર..
એકાદ જગ્યાએ ઊંઝા જોડણીનો સાક્ષાત્કાર થયો.. !! 😀
🙂 .. ઊંઝા જોડણી તરફ ધ્યાન દોરવા બદલ આભાર.
Nice
આભાર.