Press "Enter" to skip to content

નિર્દય શિકારી છે

સૌ વાચકમિત્રોને ઈસુના નવ વર્ષની આગોતરી શુભકામનાઓ.
*
હરણ છે હાંફતા શ્વાસો, સમય નિર્દય શિકારી છે,
જીવનના જંગમાં હર આત્મઘાતી પળ બિચારી છે.

ઘણી બાબત ન’તી વિચારવા જેવી, વિચારી છે,
પછી લાગ્યું મને વિચારવું મોટી બિમારી છે.

ખુશીને કેટલુંયે કરગરીને ઘર સુધી લાવ્યો,
મુસીબત માર્ગ પૂછીને સ્વયં આંગણ પધારી છે.

કોઈની ઝુલ્ફ ઢળતાં એમ લાગ્યું સાંજ થઈ ગઈ તો,
કોઈની પાંપણો પર પાથરી મેં પણ પથારી છે.

ફકત બે હાથ જોડ્યાં ત્યાં તરત બોલી ઉઠી મૂરત,
અરે, તેં વાળ ને નખ સાથ ઈચ્છા પણ વધારી છે ?

અવસ્થા ફુલની નાજુક હશે ‘ચાતક’ નહીંતર સૌ
પતંગા પૂછવા આવે ન તબિયત, કેમ? સારી છે?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments

  1. Saeed Bhura
    Saeed Bhura January 1, 2018

    EXCELLENT

  2. Kishore Modi
    Kishore Modi December 31, 2017

    સુંદર ગઝલ આપનો ફોન નંબર મને મેસેન્જર પર મોકલવા વિનતિ મારે આપની સલાહ લેવી છે પૂ મમ્મીને પ્રણામ કુશળ હશો
    આવજો ને સંપર્કમાં રહેવા વિનતિ

  3. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' December 30, 2017

    ફકત બે હાથ જોડ્યાં ત્યાં તરત બોલી ઉઠી મૂરત,
    અરે, તેં વાળ ને નખ સાથ ઈચ્છા પણ વધારી છે ?… વાહ કવિ, ક્યા બાત … !!

    દરેક શે’ર ગમી જાય એવા.. વર્ષ આખરે એક મજાની ગઝલ આપી ખુશ કરી દીધા… ભાવકોને… !!

  4. Rakesh Thakkar, Vapi
    Rakesh Thakkar, Vapi December 30, 2017

    ફકત બે હાથ જોડ્યાં ત્યાં તરત બોલી ઉઠી મૂરત,
    અરે, તેં વાળ ને નખ સાથ ઈચ્છા પણ વધારી છે ?
    Waah!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.