*
એક નવોઢાની ઊર્મિગઝલ
*
ઘરચોળાં ને પાનેતરનાં મેઘધનુષી રંગો ઓઢી કોઈ હજી પણ રાહ જુએ છે,
આંખોના દરિયામાં મૂકી તરતી કૈં સપનાની હોડી કોઈ હજી પણ રાહ જુએ છે.
શ્વાસ નામનું એક સરોવર કાંઠે આવી છલકાવાની અણી ઉપર છે, (એક તરફ ને) બીજી બાજુ,
બેય અધર, અંગાગ, તરસના ભમ્મરિયાળા કૂવા ખોદી કોઈ હજી પણ રાહ જુએ છે.
સ્પર્શ નામનો રાજકુંવર આવીને એના શ્વેત અશ્વ પર તાણી જાશે, એ આશાએ,
ત્વચા નામની રૂપસુંદરી ભીતરથી શણગારી થોડી કોઈ હજી પણ રાહ જુએ છે.
આંખોના ચશ્મા પહેરીને દૃશ્યોના દરવાજા ઊપર ઊભી ‘ચાતક’ એજ વિચારે,
આવે છે દોડીને મળવા વીતેલા દિવસોની ટોળી ? કોઈ હજી પણ રાહ જુએ છે ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
બહુજ સરસ ભાવ વ્યકત કર્યો છે.
Namaste ! How’re u Bhai ?
wahhh
વાહ.. ખૂબ મજાની રદીફ સાથે નાજુક ભાવોની સુંદર ગઝલ… !!
શ્વાસ નામનું એક સરોવર કાંઠે આવી છલકાવાની અણી ઉપર છે, (એક તરફ ને) બીજી બાજુ,
બેય અધર, અંગાગ, તરસના ભમ્મરિયાળા કૂવા ખોદી કોઈ હજી પણ રાહ જુએ છે……… વાહ કવિ !!
Very nice sir.