દિવસ વીત્યા પછીથી જેવી રીતે રાત આવે છે,
વ્યથા ચાલી ગઈ કિન્તુ વ્યથાની યાદ આવે છે.
ઘણા આંસુને અંગત રીતે મળવાનું થયું મારે,
પછી જાણ્યું કે એ લઈને ઘણી ફરિયાદ આવે છે.
એ કંકુપગલે આવે એકલી તો હું વધાવી લઉં,
આ ઢળતી સાંજ, સ્મરણોની લઈ બારાત આવે છે.
અભાગી શબ્દને મળતું નથી નેપથ્ય હોઠોનું,
સુભાગી શબ્દ ભાગે મૌનની રજૂઆત આવે છે.
ગઝલની આંગળી પકડીને ચાલો બે કદમ ‘ચાતક’,
પછી જુઓ, તમારી ચાલમાં શું વાત આવે છે !
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ગુજરાતી ભાષાનું સાહિત્ય વાંચીએ એટલે નશીલા પદાર્થ ની જેમ કેફ આપવા લાગે અને એમાય આવી ગઝલો તો કાયા માં રહેલા રૂંવે રુવ ને બેઠા કરી જાય, એમાય
” એ કંકુપગલે આવે એકલી તો હું વધાવી લઉં,
આ ઢળતી સાંજ, સ્મરણોની લઈ બારાત આવે છે.”
શું રજૂઆત કરી છે… અદભુત!!!!!
Thank you so much for your appreciation.
Excellent sir, superb
ખુબ્બ્બ્બ્બજ સુંદરરરર
સરસ ગઝલ છે દક્ષેશભાઈ, પણ પહેલા શેરમાં છંદ જોઈ લેવા વિનંતી છે.
અનિલભાઈ, ઉલા મિસરામાં ટાઈપો હતો જે સુધારીને વાંચવા વિનંતી. તમે ધ્યાન પર લાવ્યું એ બદલ આભાર.
Nice one.
Thank you Kishorbhai
ઘણા આંસુને અંગત રીતે મળવાનું થયું મારે,
પછી જાણ્યું કે એ લઈને ઘણી ફરિયાદ આવે છે…. વાહ… કવિ..
ખૂબ સુંદર ગઝલ
આભાર કવિ.
વાહ! બેમિસાલ છે મૌનની રજુઆત! ને લાજવાબ છે આ સુભાગી શબ્દો પણ….વાહહહ…….!
Thank you for your appreciation.