નર મટી નારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
(આ)બારણું બારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
એક તો સૂરજ ડૂબ્યાનો વસવસો છે આંખમાં, એની ઉપર,
આંસુ પણ ભારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
એક સુખથી સો દુઃખો વચ્ચે જ છે સંભાવનાનો વ્યાપ પણ,
મારે ગાંધારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
આપણે ઈતિહાસ રચવા ક્યાંકથી આવ્યા છીએ પૃથ્વી ઊપર,
હોવું અખબારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
પિંગળા માની દીધાં મેં શ્વાસનાં અમૃતફળો, ઓ જિંદગી,
ભાગ્ય ઐયારી* થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
ગાંસડી રૂની લઈ ‘ચાતક’ વિચારે છે બરફના શહેરમાં,
‘કોઈ ચિનગારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?’
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
* ઐયારી – ચાલાકી, ઠગાઈ
મિથનો ચાતુર્યપૂર્વક ઉપયોગ ગમ્યો. બીજી વાત, દરેક પુરુષમાં સ્ત્રીજન્ય હોરમન્સ હોય જ છે પણ આખી જિંદગી એક જ હોરમન્સ પુરુષમાં કાર્યાંંવિત રહેશે પણ સ્ત્રીઓમાં ઉંમર મુજબ હોરમન્સ બદલાતા રહે છે .. નખશિખ સરસ ગઝલ નવી વાતને શબ્દમાં કંડારવા બદલ અભિનંદન
કિશોરભાઈ,
તમને ગઝલ ગમી એનો આનંદ.
નર મટી નારી થવાની વાતનો સંદર્ભ સંકેતરૂપે બારણું બારી થવા પર હતો.
તમે હોરમન્સની વાત કરી એ નવી વાત જાણી.
કુશળ હશો.
નર મટી નારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?
આ વાકય થી તો એવું લાગે છે ભાઈ નો જાતિ પલટો થયી રહીયો છે
તમે પહેલો મિસરો વાંચીને જ અટકી ગયા …. એટલે તમને શું કહી શકાય ..
Very very nice ghazal. Loved it
Thank you Devikaben
વાહ આખી ગઝલ અને એમાય મક્તા આફરીન… !!
Thank you Ashokbhai
khub saras
Thank you
Kyaa khoob gazal..
ગાંસડી રૂની લઈ ‘ચાતક’ વિચારે છે બરફના શહેરમાં,
‘કોઈ ચિનગારી થવાનું હોય એવું કેમ લાગે છે મને ?’
Thank you Rakeshbhai