આંખની ભીની ગલીમાં સાંજનો સૂર્ય લઈ આવો તો બીજું થાય શું ?
રાતની બારી ઊઘાડી કોઈના સ્વપ્ન તફડાવો તો બીજું થાય શું ?
ઊંઘ નામે એક લાક્ષાગૃહ જ્યાં કૈંક શમણાંઓ સૂતેલા હોય ને,
સ્પર્શની દીવાસળી ચાંપી તમે શ્વાસ સળગાવો તો બીજું થાય શું ?
આંગણું મતલબ હવાના સાથિયા, દ્વાર ને બારી જરા પંચાતીયા,
ભીંતની બંનેય બાજુ ભીંત ને ભીંત ખખડાવો તો બીજું થાય શું ?
દુઃખ ને દર્દો હિમાલયના સમા, સુખ એમાંથી નીકળનારી નદી,
પ્યાસ કેવળ પ્રેમભીનાં હોઠની, જામ છલકાવો તો બીજું થાય શું ?
જિંદગી ‘ચાતક’ સમયનો ખેલ ને આપણું હોવું એ ટૂંકી વારતા,
દેહ પીંજર છે ને પંખી શ્વાસનું, પાંખ ફફડાવો તો બીજું થાય શું ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
બહુ જ સરસ ગઝલ.. જુદી જ રીતે કવિશ્રીની લાગણી આ ગઝલમાં પ્રતિબિંબિત થઈ છે
Thank you Kishorbhai
આંગણું મતલબ હવાના સાથિયા, દ્વાર ને બારી જરા પંચાતીયા,
ભીંતની બંનેય બાજુ ભીંત ને ભીંત ખખડાવો તો બીજું થાય શું ?… વાહ કવિ.. સુંદર
Thank you Ashokbhai
very nice lyrics.
Thank you.
Nice gazal
Very nice sher
ઊંઘ નામે એક લાક્ષાગૃહ જ્યાં કૈંક શમણાંઓ સૂતેલા હોય ને,
સ્પર્શની દીવાસળી ચાંપી તમે શ્વાસ સળગાવો તો બીજું થાય શું ?
Thank you Rakeshbhai 🙂