[Painting by Donald Zolan]
*
લ્યો, ઋણાનુબંધ પૂરો થાય છે,
આપણો સંબંધ પૂરો થાય છે.
શ્વાસથી જેને રહ્યા આલેખતાં,
એ મહાનિબંધ પૂરો થાય છે.
ભીંત પર લટકી શકો ના પાંપણે,
– એ કડક પ્રતિબંધ, પૂરો થાય છે.
લાગણી નામે નદી છે સાંકડી,
અશ્રુઓનો બંધ પૂરો થાય છે.
આંખમાં મરજી મુજબ આવી શકો,
ભેજનો પ્રબંધ પૂરો થાય છે.
કેટલી ‘ચાતક’ પ્રતીક્ષા, ને છતાં,
આ વિરહ અકબંધ પૂરો થાય છે !
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Superb ! Touching !
Thank you Hasmukh bhai ..
Very nice gazal
Kyaa baat hai!
શ્વાસથી જેને રહ્યા આલેખતાં,
એ મહાનિબંધ પૂરો થાય છે.
ખુબ આભાર.
આખીયે ગઝલ સંવેદનથી લથબથ પ્રત્યેક શે’રમાં અવનવી રીતે લાગણી ઉજાગર થઈ છે મારા દિલી અભિનંદન
આપના પ્રોત્સાહન બદલ આભાર.
લાગણી નામે નદી છે સાંકડી,
અશ્રુઓનો બંધ પૂરો થાય છે.
આંખમાં મરજી મુજબ આવી શકો,
ભેજનો પ્રબંધ પૂરો થાય છે.
… ખુબ સુંદર
Shukriya
મજાનાં કાફિયાનો સુપેરે વિનિયોગ… !!
બાકી ઋણાનુબંધ વિનાનો સંબંધ એટલે મિત્રતા… !!
well said … Thank you Ashokbhai.