Press "Enter" to skip to content

દૂધપીતી છે


[A painting by Donald Zolan]

અમારી આંખ અથ છે ને તમારી આંખ ઈતિ છે,
તમે પૂછો નહીં કે પ્રેમ એ કેવી ભૂમિતિ છે.

અમારાં સ્વપ્ન તમને જોઈ મોટા થઈ ગયાં કિન્તુ,
તમારી લાગણી શાને હજીયે દૂધપીતી છે ?

સમયની ચાલને બદલી શકો ના, એ સ્વીકારું છું,
સમય રોકાય છે ક્યારેક એની પણ પ્રતીતિ છે.

સૂરજના હાથ પર મહેંદી મૂકી જગને બતાવી દો,
થયાં છે લોહીનાં પાણી પછી આ રાત વીતી છે.

સજીવન થઈ જશે રંગો તો તસવીરોનું થાશે શું ?
ઘણા સંબંધની ફ્રેમે પનપતી એક ભીતિ છે.

હથેળીમાં લઈ ‘ચાતક’ કથાની ખાતરી કરજો,
અહીં પ્રત્યેક આંસુઓની નોખી આપવીતી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Kishore Modi
    Kishore Modi March 7, 2017

    સુંદર આપવીતી ઉજાગર થઈ છે

    • Daxesh
      Daxesh March 24, 2017

      Thank you Kishorbhai

  2. Vijay Pathak
    Vijay Pathak February 21, 2017

    kya khoob!! bahu j uttam ghazal, Daxeshji 🙂

    • Daxesh
      Daxesh March 24, 2017

      Thank you Vijaybhai ..:)

  3. Yogesh Pandya
    Yogesh Pandya February 21, 2017

    દક્ષેશભાઈ,
    ક્યાંક ભીતરમાં ઊંડો ઘા છુપાયેલો છે કે શું ?
    “અહીં પ્રત્યેક આંસુઓની નોખી આપવીતી છે”
    – વાહ વાહ –

    • Daxesh
      Daxesh March 24, 2017

      🙁 … 🙂

  4. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' February 21, 2017

    ‘સમય રોકાય છે ક્યારેક પણ એની પ્રતીતિ છે’. ની જગ્યાએ
    “સમય રોકાય છે ક્યારેક એની પણ પ્રતીતિ છે.” કરો તો…!! સૂચન માત્ર

    • Daxesh
      Daxesh February 21, 2017

      અશોકભાઈ,
      પહેલીવાર તમે સૂચન કર્યું એવું જ લખેલું. પછી વિચાર્યું કે – પણનો અપેક્ષિત અર્થ- બીજી કયી પ્રતીતિ છે એવું વિચારવા પ્રેરે એટલે બદલી નાખેલું. તમે સૂચન કર્યું જ છે તો ફરી સુધારો કરી નાંખું.

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' February 21, 2017

    મજાનો મત્લા, અને આ શે’ર.. વાહ વાહ ..!!

    સજીવન થઈ જશે રંગો તો તસવીરોનું થાશે શું ?
    ઘણા સંબંધની ફ્રેમે પનપતી એક ભીતિ છે.

    આખી ગઝલ ગમી ગઈ… કવિશ્રી

    • Daxesh
      Daxesh March 24, 2017

      Thank you Ashokbhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.