Press "Enter" to skip to content

અંગ્રેજ થોડા હોય છે ?

વસવસા આ જિંદગીના સ્હેજ થોડા હોય છે ?
વેદનાના દોસ્ત, દસ્તાવેજ થોડા હોય છે ?

લાગણી માઝા મૂકે ત્યારે જ નીકળે આંસુઓ,
આંખના ખૂણે હમેશા ભેજ થોડા હોય છે ?

પ્રેમ તો પહેલી નજરમાં પાંગરેલી વારતા,
પ્રેમની પ્રસ્તાવનાના પેજ થોડા હોય છે ?

પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ?

હર્ષથી કોઈ લગાવે ગાલ પર ચપટી ગુલાલ,
રંગ કરનારા બધા રંગરેજ થોડા હોય છે ?

સોરી કહેવાથીય માફી ના મળે એવું બને,
માફ કરનારા બધા અંગ્રેજ થોડા હોય છે ?

પ્રેમમાં ‘ચાતક’ બીડેલા હોઠ કહી દે છે ઘણું,
હર ખુલાસા સનસનાટીખેજ થોડા હોય છે ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

26 Comments

  1. Rakesh Thakkar, vapi
    Rakesh Thakkar, vapi December 9, 2016

    Wah !
    પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
    એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ?

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank You Rakeshbhai.

  2. Rina Manek
    Rina Manek December 9, 2016

    Waaahhhhhh

  3. Rekha Shukla
    Rekha Shukla December 9, 2016

    shu lakhu ? ZAKAS 🙂 Always nice lakho cho aap !! God bless Daxeshbhai 🙂

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank you Rekhaben ..:)

  4. જય ત્રિવેદી
    જય ત્રિવેદી December 9, 2016

    ખુબ સુંદર વાત..
    પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
    એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ? … હમેશા પ્રેરણાદાયી વાતો લખનારા આ ચાતકને ખુબ ખુબ અભિનંદન..

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank You.

  5. Devika Rahul Dhruva
    Devika Rahul Dhruva December 9, 2016

    સાદ્યન્ત સુંદર ગઝલ…

    લગ્નની ચોરીમાં એકમેકના હાથ મળ્યાં,
    લો,ગણિતના દાખલા સૌ ખોટા પડ્યાં !
    એક વત્તા એક બરાબર બે નહિ,
    જીવનમાં તો એક જ, રોજના પાઠ મળ્યાં….

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank you Devikaben.

  6. Anila Patel
    Anila Patel December 10, 2016

    Vate vate sorry kahi devanu sorry bahu sastu thai gayu chhe,
    Sorry kahine bhayankar bhool chhupavavanu bahu sahelu thai gayu chhe.

    • Daxesh
      Daxesh January 9, 2017

      sad but true … 🙁

  7. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' December 10, 2016

    પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
    એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ?.. વાહ..!!

    ખૂબ સુંદર ગઝલ.. !!

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank You Ashokbhai

  8. Kishore Modi
    Kishore Modi December 11, 2016

    वधु अेक नवीन रचना बहु गमी कुशल हशो

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank you Kishorbhai

  9. Anil Chavda
    Anil Chavda December 11, 2016

    વાહ દક્ષેશભાઈ

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank you Anilbhai

  10. Mukesh Chauhan
    Mukesh Chauhan December 13, 2016

    nice one

    • Daxesh
      Daxesh January 9, 2017

      Thank You.

  11. Jivan સોલંકી
    Jivan સોલંકી April 22, 2017

    વાહ ચાતક વાહ

    • admin
      admin March 28, 2021

      આભાર

  12. Parthrajsinh Jadeja
    Parthrajsinh Jadeja July 27, 2017

    વાહ. આનંદ આવ્યો.

    • admin
      admin March 28, 2021

      આપનો ખુબ આભાર.

  13. Jignesh Nayak
    Jignesh Nayak November 13, 2017

    Adbhut

    • admin
      admin March 28, 2021

      ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.