કૈંક ખીંટીઓ ભલે તૈયાર છે,
ભીંત પર લટકી જવાની વાર છે.
ચાર દિવસ પ્રેમના પૂરા થયા,
ચાર એની યાદના ઉધાર છે.
શ્વાસ મેળવવા પડે છે પ્રેમમાં,
કુંડળીઓ મેળવો, બેકાર છે.
હર્ષમાં કે શોકમાં સરખા રહે,
આંસુઓ બહુ ફાંકડા ફનકાર છે.
માત્ર શંકાથી જ એ તૂટી ગયા,
કેટલાં નાજુક પ્રણયનાં તાર છે.
મન વિશે થોડું વિચાર્યું, તો થયું,
આ વિચારો કે ફરારી કાર છે ?
મોત, ‘ચાતક’ આવશે પૂછ્યા વગર,
દોસ્તનો એ આગવો અધિકાર છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
માત્ર શંકાથી જ એ તૂટી ગયા,
કેટલાં નાજુક પ્રણયનાં તાર છે…
Wahhh… Aakhi Gazal sundar
Thank you dear
વાહ !
મોત, ‘ચાતક’ આવશે પૂછ્યા વગર,
દોસ્તનો એ આગવો અધિકાર છે.
Thank you Rakeshbhai.
Farari car jevu jivan chhe kyare accident thai jay kai kahevay nahi,
Sada apani dhoonme mast raho ae jivanni maja looto.
Bahuj saras rachana.
Thank you .. 🙂
આખી ગઝલ સરસ થઈ છે। યાદના /પ્રેમના તણખા વારંવાર ગઝલને અભિનવ શણગાર અર્પે છે આનંદ પરમાનંદ થયો
Thank you Kishorbhai
મન વિશે થોડું વિચાર્યું, તો થયું,
આ વિચારો કે ફરારી કાર છે ?…અરે… એ તો ફરારી કારથી પણ વધારે ગતિથી ભાગે છે.. !!
આખી ગઝલ મજાની થઈ છે..
અશોકભાઈ,
ગઝલમાં નવીનતા અને આધુનિકતા માટે ઝડપના પર્યાય તરીકે ફરારી કારનું રૂપક પ્રયોજ્યું છે. બાકી મનની ગતિને કોણ પહોંચી શકે. એને સરખાવવા માટે બધા જ રૂપક ટાંચા પડે. ખરું ને ? આપને ગઝલ ગમી તેનો આનંદ … 🙂