વિતરાગી સંતની કદી માયા નહીં કરો,
માણસનો અર્થ ભૂલથી પડછાયા નહીં કરો.
જેને નિહાળતાં સ્વયં દરિયો બળી મરે,
રેતીમાં ભીની એટલી કાયા નહીં કરો.
સૂરજના સ્પર્શ માત્રથી બેઠું થઈ જશે,
ઝાકળ જીવાડવા તમે છાંયા નહીં કરો.
સપનાંના દેશનું તમે કોઈ મકાન છો ?
આંખો મીંચ્યેથી કોઈની બંધાયા નહીં કરો.
કોઈની યાદ આવતાં દોડી જવું પડે,
આંસુને એટલા બધા રઘવાયા નહીં કરો.
દુઃખો તમારી જિંદગીભરની કમાઈ છે,
જાહેરમાં એના વિશે ગાયા નહીં કરો.
‘ચાતક’ તમોને ભૂલવા કોશિશ કરી રહ્યો,
મનમાં જ મંત્ર થઈને બોલાયા નહીં કરો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દુઃખો તમારી જિંદગીભરની કમાઈ છે,
જાહેરમાં એના વિશે ગાયા નહીં કરો.
સુન્દર…
જગત માં સર્વ ને કહેતા ફરો નહીં કે દુઆ કરજો,
અમુક એવા ય હોય છે કે જેની દુઆ સારી નથી હોતી…
કોઈની યાદ આવતાં દોડી જવું પડે,
આંસુને એટલા બધા રઘવાયા નહીં કરો.
liked
jitendra shah
Thank you.
हमेशनी माफक “चातक” उजागर आ गझलमां थया छे । सुंदर मझानी गझल माणवानी मझा पडी ।
Thank you Kishorbhai.
જેને નિહાળતાં સ્વયં દરિયો બળી મરે,
રેતીમાં ભીની એટલી કાયા નહીં કરો.
સૂરજના સ્પર્શ માત્રથી બેઠું થઈ જશે,
ઝાકળ જીવાડવા તમે છાંયા નહીં કરો… વાહ કવિ..!!
મોજ આવી ગઈ… આખી ગઝલ આમ તો ગમી
Thank you Ashokbhai.