Press "Enter" to skip to content

ફોટો નથી પડાતો

બળતા સૂરજનો હાથ લૈ લોટો નથી પડાતો,
કેવળ હવાની હામથી પરપોટો નથી પડાતો.

બે ક્ષણ ચમકવા માટે ખરવું પડે ક્ષિતિજે,
અમથો જ આભમાં કૈં લીસોટો નથી પડાતો.

જીવન, મને પૂછો તો, કોશિશ છે, માત્ર કોશિશ,
મહેનત છતાંય હાથને ખોટો નથી પડાતો.

છે ઊંઘ એક મથામણ તસવીર ખેંચવાની,
સપનાંનો લાખ યત્ને ફોટો નથી પડાતો.

બાવળની શાખ જેવા મિત્રો મળ્યા પછીથી,
મારાથી આંગણામાં ગલગોટો નથી પડાતો.

‘ચાતક’, આ વેદના તો મારી સહોદરી છે,
ડૂસકાં ભરું, બરાડો મોટો નથી પડાતો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

3 Comments

  1. વિશાલ જોગરાણા
    વિશાલ જોગરાણા August 7, 2016

    ‘ચાતક’, આ વેદના તો મારી સહોદરી છે,
    ડૂસકાં ભરું, બરાડો મોટો નથી પડાતો.

    ખૂબ સરસ રચના

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' June 10, 2016

    બે ક્ષણ ચમકવા માટે ખરવું પડે ક્ષિતિજે,
    અમથો જ આભમાં કૈં લીસોટો નથી પડાતો…. વાહ સુંદર અભિવ્યક્તિ..

    મજેદાર ગઝલ

    • Daxesh
      Daxesh July 20, 2016

      Thank you Ashokbhai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.