લાગણીઓ અંધ જેવી હોય છે,
જિંદગી નિબંધ જેવી હોય છે.
છોકરો બટમોગરાનું ફૂલ ને,
છોકરી સુગંધ જેવી હોય છે.
દોસ્ત, ખુલ્લાં હોય છે જ્યાં બારણાં,
ધારણાઓ બંધ જેવી હોય છે.
સાંજ પડતાં સૂર્ય બુઢ્ઢો આદમી,
વાદળીઓ સ્કંધ જેવી હોય છે.
આંખ જોગી જોગટાની સાધના,
દૃષ્ટિ બ્રહ્મરંધ જેવી હોય છે.
ને ગઝલ વિશે તો ‘ચાતક’ શું કહું ?
આંસુઓની ગંધ જેવી હોય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ગમ્યુ
सरस
એકદમ મોજીલી ગઝલ… !! ટૂંકી બહરમાં સુંદર કામ…
પાંચમા શે’રના સાનીમાં એક ગુરુ ઓછો જણાય છે.. ‘પણ’ જેવો શબ્દ (દ્રષ્ટિ પછી) મૂકી શકાય..
અશોકભાઈ,
યોગ્ય પઠન કરતાં વાંધો નથી આવતો એટલે છૂટ લીધેલી છે.
પ્રતિભાવ બદલ આભાર.
Touching… good one….
Thank you ..:)
Just visited your site again. Hope to meet you regularly!
Looking forward to your visit … 🙂
Waahhhh
🙂