જે હતી પહેલાં, હવે એ વાત ક્યાં ?
આંગણામાં જૂઈ, પારિજાત ક્યાં ?
ધોમધખતા દિવસો સામા મળે,
કોઈ દિ’ ભૂલી પડે છે રાત ક્યાં ?
આભ જેવું મંચ છે સૌની કને,
સાંજ જેવી સૂર્યની રજૂઆત ક્યાં ?
શહેરમાં મરવા પડી સંવેદના,
લાગણીને તોય પક્ષાઘાત ક્યાં ?
હસ્તરેખામાં ફકત – લાંબુ જીવન,
પ્રેમના નામે લખેલી ઘાત ક્યાં ?
પિંજરું ખુલી ગયાનો વસવસો,
ઊડવા માટેનો ઝંઝાવાત ક્યાં ?
અંતની ‘ચાતક’ બધાંને છે ફિકર,
જિંદગીની ફાંકડી શરૂઆત ક્યાં ?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પિંજરું ખુલી ગયાનો વસવસો,
ઊડવા માટેનો ઝંઝાવાત ક્યાં ?.. ખૂબ સુંદર કલ્પન..
નખશિખ સુંદર ગઝલ..
Thank you Ashokbhai
આભ જેવું મંચ છે સૌની કને,
સાંજ જેવી સૂર્યની રજૂઆત ક્યાં ?
ક્યાં શેર હે.
મંચ આભ ને નટ સૂર્ય. સુંદર રચના.
Thank you dear.. 🙂
Hruday chhe pan lagnio kya?
Saras rachana.
Thank you
अेकेअेक शे’र लाजवाब थया छे आ गझलमां चातक दिल भरीने नीखरे छे मारा दिली अभिनंदन
Kishorbhai,
I am happy that you liked it. Thank you.