વ્હેતા જળની વચ્ચે જઈને કુંડાળાને ઠીક કરો,
બહુ થયું, આ માનવસર્જિત ગોટાળાંને ઠીક કરો.
દરિયામાં હોડીની સાથે તરતી રાખો માછલીઓ,
છીપ ઊગાડો, મોતીઓ ને પરવાળાને ઠીક કરો.
ભમરાંના ગુંજનની CD સાંભળવી છે ઉપવનમાં ?
ફૂલ અને ખુશ્બુનાં નાજુક સરવાળાંને ઠીક કરો.
ફર્શ, દીવાલો, રાચરચીલું, ઘરનું આંગણ વાળો, પણ
બંધ પડેલા સુગરીઓના ઘર-માળાને ઠીક કરો.
મુઠ્ઠીભર લઈ પતંગિયાઓ રંગી દો આખું ઉપવન,
થોડાં જૂગનુ લાવી ઢળતાં અજવાળાંને ઠીક કરો.
બોન્સાઈની બોન પૈણીને બહુ મલકાઓ ના ‘ચાતક’,
શક્ય હોય તો કોઈ અભાગણ ગરમાળાને ઠીક કરો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વ્હેતા જળની વચ્ચે જઈને કુંડાળાને ઠીક કરો,
બહુ થયું, આ માનવસર્જિત ગોટાળાંને ઠીક કરો.
Waahh
Thank you
ફર્શ, દીવાલો, રાચરચીલું, ઘરનું આંગણ વાળો, પણ
બંધ પડેલા સુગરીઓના ઘર-માળાને ઠીક કરો.
મુઠ્ઠીભર લઈ પતંગિયાઓ રંગી દો આખું ઉપવન,
થોડાં જૂગનુ લાવી ઢળતાં અજવાળાંને ઠીક કરો.
…વાહ.. મજાનાં કલ્પનો.. દિલ બાગ બાગ હો ગયા !!
Thank you Ashokbhai .. 🙂
Bhamarana gunjanni cd sabhalvane,
Fo9l ane khushbuna najuk sarvalane thik karo.
Atyant sundar kalpana.
Thank you