[Painting by Donald Zolan]
ઝાકળભીના કૈંક સ્મરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું,
હસ્તરેખાને બદલે રણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.
સૂરજ ડૂબવાના શમણાં લઈ રાતીચોળ થયેલી મારી
આંખોમાં થીજેલી ક્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.
સેલફોનને ટાવરનું જેવી રીતે રહેતું કાયમ,
દિલમાં કોનું આકર્ષણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.
‘પ્રેમ’ કહાનીનું શીર્ષક ને અંત આપણું મધુર મિલન,
કેટકેટલા વચ્ચે ‘પણ’ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.
‘ચાતક’ની મંઝિલ, રસ્તા કે પગલાંઓ બદલાયા ના,
ચોંટી ગયલા ક્યાંક ચરણ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Best as always Daxeshbhai
Thank you
સરસ
🙂
કેટકેટલા વચ્ચે ‘પણ’ છે, તમે કહો તો મુઠ્ઠી ખોલું…. મજાનું .. સુંદર ગઝલ… !!
મારો એક શે’ર યાદ આવે છે..
ખોલ મુઠ્ઠી ને મળે અજવાસ જો,
તો સુરજ તડકે મૂકીશું આપણે… 🙂
wah Ashokbhai …:)