સૌ મિત્રોને Happy 2016!
*
પવનના વેગને હળવેકથી જ્યમ ઘાસ રોકે છે,
સમયની ચાલને કોમળ સ્મરણની ફાંસ રોકે છે.
મિલનની કૈંક ઘટનાઓ ઊભેલી હોય રસ્તામાં,
ચરણને ચાલતાં ભૂગોળ નહીં, ઈતિહાસ રોકે છે.
પ્રણય એક સાધના છે, જો તમોને આવડે કરતાં,
સમાધિ પામતાં સાધકને એનાં શ્વાસ રોકે છે.
તમે ચ્હેરાઓ વાવીને કદી જોયાં છે દર્પણમાં ?
ઘણાં દૃશ્યોને ઉગતાં આંખનો આભાસ રોકે છે.
અગોચર શ્વાસની બેડી થકી છું કેદ વરસોથી,
મને ભીતર રહેલું તત્વ કોઈ ખાસ રોકે છે.
કફન પ્હેરીને ‘ચાતક’ હુંય દોડી જાઉં સમશાને,
મને જીવંત હોવાનો ફકત અહેસાસ રોકે છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
કફન અને સ્મસાન નો શું સબંધ ?
મને તો આવું લખાણ વાંચવા
મારો આત્મા રોકે છે
મૃત શરીરને જ્યારે સ્મશાને લઈ જવામાં આવે ત્યારે મડદાને વીંટાળવામાં આવતું કપડું કફન કહેવામાં આવે છે. કફન શબ્દ – હિંદુ કે મુસલમાન, કબર કે સ્મશાન, બેયને લાગુ પડે છે. શબ્દોના અર્થની સાથે ભાવાર્થ પણ સમજશો તો કવિતા તત્વને માણી શકશો.
મત્લા, માશાલ્લાહ..!! આખી ગઝલ મસ્ત મસ્ત..!!
અશોકભાઈ,
આપને ગઝલ ગમી તેનો આનંદ… આપની દાદ સર-આંખો પર.
પ્રણય એક સાધના છે, જો તમોને આવડે કરતાં,
સમાધિ પામતાં સાધકને એનાં શ્વાસ રોકે છે.
khub khub gami aa sundar rachna Daxeshbhai
Thank you Rekhaben for the appreciation …:)