સંબંધોના સગપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે,
દોસ્ત, ત્વચાના પ્હેરણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
જે આંખોની અંદર વસતા હોય સુરાલય, સાકી, જામ,
એ આંખોના કામણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
કેમ ફસાયા છે, એની ચર્ચા કરવાનું માંડી વાળ,
કારણ, એના કારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે, સારું કરશે,
મિથ્યા હૈયાધારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
સ્વપ્નાઓ સાકાર થવામાં મુશ્કેલી તો રહેવાની,
બિડાયેલી પાંપણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
‘ચાતક’ ના પૂછે કોઈને તરસ્યા હોવાના કારણ,
એ જાણે છે કે રણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષેશભાઈ,
સુંદર રચના. ત્વચાના પહેરણની વાત ગહન છે. “વાસાંશી જીર્ણાની” વાતનું સ્મરણ થયું.
આંખોના કામણ, બિડાયેલી પાપણ, ખોટી હૈયાધારણ, અતિ અદ્ભુત પ્રાસ.
Thank you Ishvarbhai … 🙂
પ્રમાણમાં સારી ગઝલ છે.
Thank you Anilbhai !
Waah….so touchy….twacha na peharan….so touchy
Thank you Jignesh … I am happy that you like it !
Nice lines..
“ઈશ્વરમાં શ્રદ્ધાનો મતલબ જે કરશે, સારું કરશે,
મિથ્યા હૈયાધારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.”
Thank you.
કેમ ફસાયા છે, એની ચર્ચા કરવાનું માંડી વાળ,
કારણ, એના કારણમાંથી બ્હાર નીકળવું અઘરું છે.
… જ્યારે કારણ જ બધી સ્મસ્યાનું કારણ બને છે તો ઓલ બચાયે..!!
દરેક શે’ર મજાના થયા છે.. !! વાહ
Thank you Ashokbhai …:)
રચના ના હિસાબે વાહ વાહ કરવું ,અને કોયી ગાંડા ની ગાંડપર ઉપર રાજી થવું બન્ને બરાબર
એટલે તો એટલું કહીશ કે તમારી રચના તો સમઝી લીધી ,તમને સ્મ્ઝાવ્વું અઘરું છે
તમારી કોમેન્ટ સમજવી પણ અઘરી છે … 🙂
बहु सरस रचना
Thank you Kishorbhai