સૌ મિત્રોને દિપાવલી અને નૂતન વર્ષની અઢળક શુભેચ્છાઓ ..
*
થોડી ધીરજ સમયથી રખાતી નથી,
જિંદગી બે જ પળમાં લખાતી નથી.
તું નહીં આવે એનીય આવે ખબર,
સાંજ પડતાં જ બારી વખાતી નથી.
આંખના આંસુઓ છોને મોતી કહ્યા,
પાંપણોના પ્રદેશો અખાતી નથી.
ઓ ખુદા, તું કશે એવી સગવડ તો કર,
જિંદગી લીધા પહેલાં ચખાતી નથી.
નામ ‘ચાતક’ છે એથી થઈ શું ગયું,
બેડીઓ આંખ ઉપર નખાતી નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
જૂજ વપરાતા કાફિયાનો સરસ વિનિયોગ…
મજાની ગઝલ…
Thank you Ashokbhai ..:)
ક્યા બાત હૈ…
Thank you Anilbhai … shukriya
ઓ ખુદા તું કશે એવી સગવડ તો કર
ઝીંદગી લીધા પહેલા ચખાતી નથી
બહુ સરસ. હું સમજતો હતો કે અમો મુસલમાન જ અલ્લાહને ખુદા તરીકે સંબોધીએ છીયે, પરંતુ આ રચનાથી ખબર પડી કે ગેર મુસ્લિમો પણ ખુદામાં શ્રદ્ધા ધરાવે છે
અબ્દુલભાઈ,
ઈશ્વર, ખુદા, સાહેબ કે પ્રભુ .. જે લખો એ બધા અંતે તો એક જ છે… ખરું ને ?
તમને મારી અન્ય ગઝલનો આ શેર પણ ગમશે ..
એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જિદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે.
– ચાતક
જિંદગી લીધા પહેલાં ચખાતી નથી.
નામ ‘ચાતક’ છે એથી થઈ શું ગયું,
બેડીઓ આંખ ઉપર નખાતી નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Superb Daxeshbhai 🙂
Thank you Rekhaben !
Happy Diwali and prosperous New year and Namastee!
Thank you Jayeshbhai and wishing same to you.
Very nice ghazal
Thank you Kishorbhai !
સરસ છે ગઝલ…
Thank you Anilbhai ..:)