તું નથી એ સ્થાનમાંય તારો વાસ છે.
ભૂલી જવાના એટલે નિષ્ફળ પ્રયાસ છે,
તાજી હવા ગણીને મેં જે ભરી લીધા,
મારા બધાય શ્વાસ પણ તુજ ઉચ્છવાસ છે.
*
રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે ?
સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે ?
ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને,
ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સ્હેલી છે ?
*
ઈચ્છાઓના પગ ભારી છે હમણાંથી,
આંખ રહે છે બોઝિલ તારા શમણાંથી,
ચાંદ સમો તારો ચ્હેરો જોવા માટે,
રોકી રાખું હું સૂરજ ઉગમણાથી.
*
મસ્ત હો તો smile થી રાજીપો મોકલાવ,
Text કર ને date ની તારીખો મોકલાવ,
તું મને તારો સમજતી હોય મહોતરમા,
તો કદી miss call થી ખાલીપો મોકલાવ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
બધા મુક્તકો ખૂબ જ સરસ છે!
બધા ય મુક્તકો ઉત્તમ.અભિનંદન.
Badhj muktko bahuj saras chhe.
Vagolava game eva.
રોજ સમયની સાથે માથાપચ્ચી કરવું સ્હેલું છે ?
સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવું સ્હેલું છે ?
ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને,
ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવું સ્હેલું છે ?
સારા મુક્તકો થયાં છે દક્ષેશભાઈ,
પણ ઉપરના મુક્તકમાં લિંગભેદમાં પ્રોબ્લેમ છે. હું જાણું છું ત્યાં સુધી ”કરવું સહેલું છે”ની જગ્યાએ ”કરવી સહેલી છે” તેવું હોવું જોઈએ.
રોજ સમયની સાથે માથાપચ્ચી કરવી સ્હેલી છે ?
સામે ચાલીને ઘડપણને બચ્ચી કરવી સ્હેલી છે ?
ઈશ્વર આવીને પૂછે કે તકલીફ હો તો કહો મુજને,
ઈશ્વર સામે હો તો આંગળી ઊંચી કરવી સ્હેલી છે ?
અનીલભાઈ,
તમારા સૂચનને વધાવીને સુધારો કરું છું …સૂચન બદલ આભાર.
બધાં જ મુક્તક સુંદર છે.. ત્રીજું સહુથી મજાનું..