ઝાકળની બૂંદ બૂંદને ખાતામાં નાંખજે,
એના જ વ્યાજથી પછી દરિયો ઉપાડજે.
હૈયાની બેન્કમાં અગર જખ્મો કરે જમા,
બધ્ધાંની પાવતી ઉપર આંસુ લખાવજે.
ખાતાવહી સંબંધની કોરી ન રાખતો,
બે-ચાર છેક-છાક તું એમાં પડાવજે.
પહેલાં પ્રણયની યાદ તો મોંઘી જણસ સમી,
હૈયામાં રાખવા કશે લોકર બનાવજે.
‘ચાતક’ ખૂટી જશે સિલક શ્વાસોની એક દિન,
સંભાળી, સાચવી ઘણી એને વટાવજે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
બધ્ધા શે’ર ખાતામાં જમા કરવા જેવા 🙂
છેક -છાક પડાવવા કરતાં કરાવી હોત તો સારું..
અશોકભાઈ,
પાસબુકમાં એન્ટ્રી પડાવવા જઈએ એ રૂઢિગત સંવાદને અનુસરીને છેકછાક પડાવવાની વાત કહેવાઈ છે … એટલે મને એ વધુ જચે છે.
sooo nice. aaa gajal hu mara saptahik paper ma levano suuuu
Thanks.. You are Welcome !
વાહ…જીજ્ઞાસાપ્રેરક શિર્ષક… એક નવો અંદાઝ.
આખી ગઝલ સુંદર. બીજો શેર અને મક્તા લાજવાબ.
Thank you Devikaben ! .. 🙂
બહુ સરસ બેન્ક ગઝલ. અભિવ્યક્તિસભર રચના વાંચી હર્ષોલ્લાસ થયો.
Thank you Kishor bhai .. 🙂