રાતની હરદમ પ્રતીક્ષા જામને,
જેમ મીરાં શોધતી ઘનશ્યામને.
એક ઘટના એટલે અટવાઈ ગઈ,
માર્ગ ના પૂછી શકી અંજામને.
શ્હેર પ્રત્યે અણગમો ભારે હતો,
ભેટવું તો પણ પડ્યું છે ગામને.
બોર ખાટાં નીકળે તો શું કરું ?
પૂછવા આવી પ્રતીક્ષા રામને.
હર પરાજયને નિકટથી પેખવો,
ખિન્નતા એની રહી ઈનામને.
મોતની છે મેમરી કેવી સટીક,
ભૂલતું ના એ કોઈયે નામને.
જિંદગીનો થાક લાગે છે હવે,
કામ કરશે? પૂછ ઝંડુ બામને.
જીવવું ‘ચાતક’ જરૂરી કામ, પણ
કામમાં ભૂલી ગયો એ કામને.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Wahh……
Thanks ..
જીવવું ‘ચાતક’ જરૂરી તો હતું,
કામમાં ભૂલી ગયો એ કામને…. આવું ના કરો …!! ભાઈ.. એ જ તો ખરું કામ છે ને એનેજ ભૂલી જવાય ?!!!
(ત્રીજા શે’રમાં સાની મિસરામાં ‘પડ્યું ‘નું વજન તમે ગાગા લીધું છે.. તકતી પ્રમાણે પણ એનું વજન લાગા થાય ને ?
એની જગ્યાએ આવું કરો તો ? ‘ ભેટવું તો પણ પડ્યું છે ગામને’ )
અશોકભાઈ,
તમારી વાત પ્રમાણેનો સુધારો કરી લઉં છું … ધ્યાન પર લાવવા બદલ આભાર.
મક્તામાં સહેજ સુધારો કર્યો છે. આપને ગમશે.
🙂
sooo nice bhai
Thank you .. 🙂
મોતની છે મેમરી કેવી સટીક,
ભૂલતું ના એ કોઈયે નામને.
🙂 … પણ આપણે એ હકીકત યાદ રાખવાની.
દક્ષેશભાઈ :
સુંદર કૃતિ. શહેર પ્રત્યેનો અણગમો અને ગામને ભેટવાની વાત ઘણી ગમી.
આપના પ્રોત્સાહન બદલ આભાર …
નવી જ વાતો મમળાવતી સુંદર ગઝલ
આભાર ..
વાહ જીવનનો અર્ક નીચોવતી અદભૂત રચના!
Thank you Hiteshbhai