ભ્રમરની ભાગ્યરેખામાં પ્રણયની મુગ્ધ પળ ઊગે,
હવાના શાંત સરવરમાં સુગંધીનાં કમળ ઊગે.
અપેક્ષિત થઈ તમે ખોલો સવારે ઘરની બારી ને,
કોઈ સૂની અગાશીથી વિચારોનાં વમળ ઊગે.
પ્રથમ એમાં પ્રયત્નોને તમારે રોપવા પડશે,
સમય આવ્યે ઘણાં રસ્તા પછી એમાં સફળ ઊગે.
ફકત બેદાગ સુંદરતા નથી નડતી કુમારીને,
સમયની આંખમાં મોઘમ શકુની જેમ છળ ઊગે.
કોઈની યાદ જેવું કૈંક તો વરસ્યું હશે રાતે,
અમસ્તા ક્યાં પથારીના બદન પર કોઈ સળ ઊગે.
ઋણાનુબંધ ધરતીનાં હશે એથી તો ખેડૂતને,
ધરાની વ્યગ્રતા જોઈને બંને હાથ હળ ઊગે.
સૂરજની આંખ લઈ જોજો પરોઢે બાગમાં, ચાતક,
તમે કહેશો કે ઝાકળમાં નહીં, ઝળહળમાં જળ ઊગે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Wahhh.. Lajawab.. Gani Saheb no abhas thayo puri Gazal ma.. Once again superb
My gazal reminds you of Gani chacha is a big compliment for me .. thank you.
ઋણાનુબંધ ધરતીનાં હશે એથી તો ખેડૂતને,
ધરાની વ્યગ્રતા જોઈને બંને હાથ હળ ઊગે.
…..દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
🙂
એક્કેક શે’ર મનનીય.કાયમ અાપની ગઝલના શે’ર અનોખી ફરમાઇશ કરતા હોય છે.
Thank you Kishorbhai for your continued encouragement.
સૂરજની આંખ લઈ જોજો પરોઢે બાગમાં……વાહ…હજઝ માં ખૂબ સુંદર ગઝલ…..
દક્ષેશભાઈ, અભિનંદન….
તમારી ગઝલોમાં એક મહેકતી ગરિમા હોય છે.
blog has a nice new look…
Pravinbhai, thank you for your compliments.
એક એક શે’ર માણવાલાયક…!!
સાંગોપાંગ સુંદર ગઝલ… ખૂબ ગમી.. !!
અશોકભાઈ, તમને ગઝલ ગમી એનો આનંદ …