[Painting by Donald Zolan]
યાદને વનવાસ જેવું કૈં નથી,
નિત્ય નૂતન આશ જેવું કૈં નથી.
કાલનું પૂછી રહ્યાં છો આપ પણ,
આજમાં વિશ્વાસ જેવું કૈં નથી.
રાતદિવસ આપની યાદી રમે,
તે છતાં સહવાસ જેવું કૈં નથી.
અલવિદા કહી આપ ચાલી ગ્યા પછી,
લોહીમાં ભીનાશ જેવું કૈં નથી.
આપણો સંબંધ તોયે જીવશે,
છોને શ્વાસોશ્વાસ જેવું કૈં નથી.
લાગણીનાં વૃક્ષ નહીં ઊગે હવે,
હાથમાં મુજ ઘાસ જેવું કૈં નથી.
કોડીયાં ‘ચાતક’ મૂકાવો પાંપણે,
આંખમાં અજવાસ જેવું કૈં નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Gazal if you understand then gazal otherwise it is a puzzle! Very
nice gazal.
Thank you Harshadbhai .. I’m happy that you like the gazal.
ટૂંકી બહરમાં સુંદર ગઝલ… કોરા લોહીની અભિભાવના નોખી અને અસરકારક લાગી.. 🙂
વાહ મજા પડી
અશોકભાઈ, તમને ગઝલ ગમી તેનો આનંદ …
ટૂંકી બહરમાં સુંદર ગઝલ… કોરા લોહીની અભિભાવના નોખી અને અસરકારક લાગી.. 🙂
સરસ.પહેલાંની જેવી ઉત્તમ નથી લાગી.જો કે સારી તો છે જ.
Thank you Kishrobhai .. 🙂