Press "Enter" to skip to content

ટહુકા દિવાલ પર


[Painting by Donald Zolan]

શંકા કરો નહીં તમે આંખોના હાલ પર,
જોયાં છે આવતાં ઘણાં આંસુને ગાલ પર.

શ્રદ્ધા જરૂરી હોય છે મંઝિલને પામવા,
ચાલી શકે ચરણ નહીં કેવળ ખયાલ પર.

નીપજે છે સાત સૂર જ્યાં, એની પિછાણ છે,
ધડકે છે એટલે હૃદય અદૃશ્ય તાલ પર.

ઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું,
ટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર.

વર્ષો વીત્યાં છતાં હજી ઝાંખી થતી નથી,
કેવી સુગંધ ચીતરી એણે રૂમાલ પર.

‘ચાતક’, કથાનો અંત શું સાચે સુખદ હશે ?
અટકી ગઈ છે વારતા, એવા સવાલ પર.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

  1. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' May 25, 2015

    ઈશ્વર ગણી હું કોઈને ત્યારે પૂજી શકું,
    ટાંગી બતાવે એ મને ટહુકા દિવાલ પર.. ..ખૂબ મજાની અભિવ્યક્તિ..

    આમ તો આખી ગઝલ ગમી

    • Daxesh
      Daxesh May 29, 2015

      Thank you Ashokbhai !

  2. kishore modi
    kishore modi June 3, 2015

    નખશિખ સુંદર ગઝલ.’ઇશ્વર,ને લગતો શે’ર વિશેષ મન ભાવ્યો.

    • Daxesh
      Daxesh June 9, 2015

      Thank you Kishorbhai !

  3. Dipesh Kheradiya
    Dipesh Kheradiya July 23, 2015

    Wahhh

  4. Shashikant Pandya "Shashi"
    Shashikant Pandya "Shashi" September 24, 2015

    Shri Daxeshji,
    I am fan of your poetry and always reading the same.
    – S I Pandya
    Veraval (Gir Somnath) INDIA

  5. Shashikant Pandya
    Shashikant Pandya September 3, 2018

    Dear Daxesbhai send me your Gazals as I m your fan. Shashikant Pandya 9904127919

  6. Hitesh Rathod
    Hitesh Rathod June 19, 2020

    અંતરને સ્પર્શી જતી સુંદર ગઝલ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.