[Painting by Donald Zolan]
સાંજ પડવાની હજી તો વાર છે,
સૂર્ય, પણ બપ્પોરથી બિમાર છે.
એક ચંદાથી લડાશે કેટલું,
વાદળોનું સૈન્ય પારાવાર છે.
ચાંદનીના પ્રેમમાં પાગલ બની,
કૈંક તારાઓ થયા ખુવાર છે.
બૉલ પાણીનો જો છટકે આભથી,
કેચ કરવા ઝાડવાં તૈયાર છે.
સ્મિત, આંસુ, દર્દ, પીડા, ચાહના,
લાગણીના કેટલા વ્યાપાર છે !
શ્વાસની છે ડોર એના હાથમાં,
દેહ આંટા મારતો ગુબ્બાર છે.
રોજ આવે છે ઘસાવાને સમય,
આંખ ‘ચાતક’ની સુતીક્ષ્ણ ધાર છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મજાનાં મત્લા સહિત આખી ગઝલ વાહ.. વાહ..
ટૂંકી બહેરમાં ખૂબ સુંદર કામ..!!
Thank you Ashokbhai ..:)
Daxesbhai u r 1 of the best Gazal writer I m your fan
Thank you for your appreciation.