[Painting by Donald Zolan]
તીર સાથે સખ્ય જેવું હોય છે,
લક્ષ્યને ક્યાં ભક્ષ્ય જેવું હોય છે,
જો હરણની આંખથી દુનિયા જુઓ,
ઝાંઝવું પણ શક્ય જેવું હોય છે.
જિંદગી દર્પણ હશે, આભાસ ના,
ક્યાંક એમાં તથ્ય જેવું હોય છે.
સુખ વ્હેલી રાતના ઝાકળ સમું,
દુઃખ તો પર્જન્ય જેવું હોય છે.
સાંજના કિલકાટ કરતું ઝાડવું,
બાગમાં મૂર્ધન્ય જેવું હોય છે.
ક્યાંકથી આવી ચડે તારું સ્મરણ,
એય સાલું સૈન્ય* જેવું હોય છે.
શ્વાસનું આવી અને પળમાં જવું,
એ જ શું ચૈતન્ય જેવું હોય છે ?
જિંદગી ‘ચાતક’ બને જો ભીંત સમ,
બારણું ત્યાં ધન્ય જેવું હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
JKM,
Very nice…
Thank you Sneha !
બહુ સરસ ગઝલ. તે પણ નવીન કાફિયા સાથે.
Thank you Kishorbhai !
સુખ વ્હેલી રાતના ઝાકળ સમું,
દુઃખ તો પર્જન્ય જેવું હોય છે….વાહ..
નવીન કાફિયાનો સુંદર વિનિયોગ.. !!
Thank you Ashokbhai
Whatever one speaks or writes reflects his whole being, whole personality, whole character. Your poems are excellent reflecting your very high IQ, EQ and especially your high SQ, i.e. your spiritual intelligence. This poem is really very poetic and spiritual. Very much liked.
Thank you for your kind words
ખુબ સુંદર રચના છે દક્ષેશભાઈ … જો આને સ્વરબદ્ધ કરવામાં આવે તો તેનો નશો કૈંક વધારે હશે ..
Thank you for your appreciation
Wahhh superb
ક્યાંકથી આવી ચડે તારું સ્મરણ,
એય સાલું સૈન્ય* જેવું હોય છે.
શ્વાસનું આવી અને પળમાં જવું,
એ જ શું ચૈતન્ય જેવું હોય છે ?
Thank you . 🙂
Khub saras gazal
Thank you.
ક્યાંકથી આવી ચડે તારું સ્મરણ,
એય સાલું સૈન્ય* જેવું હોય છે.
…….waah
Thank you !
superb
Thank you