કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ.
વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં,
ઝાડ જેવી આપણી મીરાંત હોવી જોઈએ.
આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા,
ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ.
શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે,
લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ.
જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે,
એ પ્રમાણે પંથની શરૂઆત હોવી જોઈએ.
મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ‘ચાતક’ ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ‘ચાતક’ ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઈએ.
Strong Will power .. Nice .. Very good Daxeshbhai
Thank you Manharbhai
Very Nice… Daxeshbhai.
સુંદર ગઝલ….. ઓકાત હોવી જોઈએ.
નખશિખ સુંદર ગઝલ
આભાર કિશોરભાઈ.
વાહહહહ સુંદર ગઝલ સર
Thank you Ashokbhai !
ઉપરના પ્રતિભાવમાં ‘મતા’ની જગ્યાએ ‘મક્તા’ વાંચવું …
મસ્ત મતા સહિતની આખી ગઝલ સુંદર અને સશક્ત અભિવ્યંજનાથી ભરપૂર.. !!
પૂર્વધારણામાં વજન સહેજ તૂટે છે..
અશોકભાઈ, પ્રતિભાવ બદલ આભાર. તમારી વાત સાચી છે પણ પઠનમાં યોગ્ય ભાર મૂકવાથી વાંધો નથી આવતો એથી એ છૂટ લીધી છે.
વાહ ક્યા બાત હૈ !! બાત મેં દમ હૈ …. keep it up.
Thank you Yogeshbhai !
Wah.. nice
Thank you Rina ji!