અધખુલેલી આંખમાં અજવાસનાં ઘોડા નથી,
પણ બચેલા શ્વાસના શણગાર કૈં થોડા નથી.
હાથમાં ટેકાને માટે લાકડી લીધી અમે,
એમ કરવાથી વિચારો ચાલતા ખોડા નથી.
જિંદગીમાં જ્યાં અને જ્યારે પહોંચ્યા, ઠીક છે,
આપણી કિસ્મતનાં પગલાં સ્હેજ પણ મોડા નથી.
પ્રેમની એવી અવસ્થા પર અમે આવી ઊભા,
જ્યાં અભિવ્યક્તિને માટે કોઈ વરઘોડા નથી.
સ્પર્શથી ‘ચાતક’ કરી લે તુંય એની ખાતરી,
લાગણીના ખેતરો જડમૂળથી બોડા નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ દક્ષેશભાઇ, ગઝલ ખુબ ગમી.
આભાર ..
સારી છે દક્ષેશભાઈ,
પણ તમે આનાથી પણ વિશેષ સારી ગઝલ લખનાર ગઝલકાર છો.
અનીલભાઈ, આપના નિખાલસ અભિપ્રાય બદલ આભાર …
અંતિમ અવસ્થાએ પહોંચેલાની સંતોષની લાગણીનું સુંદર આલેખન.
આપના પ્રતિભાવ બદલ આભાર..
સ્પર્શથી ‘ચાતક’ કરી લે તુંય એની ખાતરી,
લાગણીના ખેતરો જડમૂળથી બોડા નથી.
વાહ ખુબ સુંદર વાત. બચેલા શ્વાસના શણગાર કરતા શિખીયે તો જીવન ધન્ય બને.
ઈશ્વર ર દરજી
🙂 .. ધન્યવાદ.
સરસ મક્તા સાથે જોરદાર ગઝલ.
કિશોરભાઈ, આપની દાદ સર-આંખો પર..
An awesome
Thank you divya !