સમસ્યા હવે હલ થવાની નથી,
જવાની સમયસર જવાની નથી.
તું પૂછીશ ના એનાં કારણ મને,
અસર છે દુઆની, દવાની નથી.
તરસ પામવા આદરી છે સફર,
ફિકર એટલે ઝાંઝવાની નથી.
એ કાલે હતી ક્યાં કે આજે થશે,
આ ખુશ્બુય વ્હેતી હવાની નથી.
ખરે, પાનખરમાં જ પર્ણો ખરે,
સજા, ડાળને કાપવાની નથી.
ઘડીભર છો લાગે કે હાંફી ગઈ,
આ ઈચ્છા કદી થાકવાની નથી.
અપેક્ષા જીવનથી ન રાખો વધુ,
બધું જિંદગી આપવાની નથી.
નિજાનંદ માટે છે ‘ચાતક’ ગઝલ,
મમત શબ્દને માપવાની નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ! ખૂબ સરસ ગઝલ!
સુંદર ગઝલ!
મસ્ત ગઝલ… (Y)
નિજાનંદ માટે છે ‘ચાતક’ ગઝલ,
મમત શબ્દને માપવાની નથી.
અપેક્ષા જીવનથી ન રાખો વધુ,
બધું જિંદગી આપવાની નથી.
સાવ સો ટચ સોનાની વાત છે દક્ષેશભાઈ. ખરેખર જિંદગીમાં ઈશ્વરે જે આપ્યું છે તેને માણી અને જીવી લેવું જોઈએ. ભગવાને ખુબ ઉદાર થઈને આપ્યું છે. બસ ભગવાનને યાદ કરીને જીવન જીવી લેવું. દક્ષેશભાઈ, તમારા દિમાગમાં અને દિલમાં આવા વિચારો કેવી રીતે આવે છે .. ખુબ સરસ.
આભાર મનહરભાઈ .. વિચારો ઈશ્વરની પ્રેરણા અને કૃપાથી જ આવે છે …
સરસ.
ઘડીભર છો લાગે કે હાંફી ગઈ,
આ ઈચ્છા કદી થાકવાની નથી….ક્યા બાત .. ગમી જાય એવી ગઝલ… !!
એક ઉમ્ર વિતે ખરી પથ્થર ને દિલ બનતા
તેથી જ કંડારાય તું આંસુ જેવા અક્ષર બનતા
—-રેખા શુક્લ
khub sundar rachna
મસ્ત
ખૂબ સરસ ગઝલ.
અપેક્ષા જીવનથી ન રાખો વધુ,
બધું જિંદગી અાપવાની નથી.
બીજા શે’ર સારા રહ્યા.અભિનંદન
Excellent……..
Waah………….