રુઝાયેલા ઘણાયે જખ્મ આવે છે મને મળવા,
તથાગત થઈ ગયેલા શબ્દ આવે છે મને મળવા.
ત્વચા ને સ્પર્શની વચ્ચે હજુ પણ કૈંક બાકી છે,
હૃદય ધબકાર લઈને રક્ત આવે છે મને મળવા.
હશે કેવા પ્રયત્નો પામવા મંઝિલતણા યારો,
અધીરા થઈ ગયેલા લક્ષ્ય આવે છે મને મળવા.
કુતૂહલથી નિહાળું છું મને હું રોજ દર્પણમાં,
અજાણ્યા કેટલાયે શખ્શ આવે છે મને મળવા.
કુંવારી લાગણીના હાથ પીળા થઈ જશે જલ્દી,
વિવિધ પ્રસ્તાવ લઈને જખ્મ આવે છે મને મળવા.
તમે ચાલી ગયા તો શું, જરા સમજાવો આંસુને,
અકારણ, સામટા કમબખ્ત આવે છે મને મળવા.
કર્યું છે પાર ‘ચાતક’ જિંદગીનું રણ મુસીબતથી,
હજીયે ઝાંઝવાના સ્વપ્ન આવે છે મને મળવા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સરસ … શબ્દ નથી મારી પાસે
લાગે છે .. Hartly touch che
Thank you !
લાજવાબ ગઝલ
આપનો આભાર.
નવીન રદીફ સાથે તાજગી-સભર રજૂઆત! અભિનંદન!!
Thank you Sudhirbhai !
દક્ષેશભાઈ, સરસ ગઝલ. આ શેેર અફલાતૂન બન્યો છે…
કુતૂહલથી નિહાળું છું મને હું રોજ દર્પણમાં,
અજાણ્યા કેટલાયે શખ્શ આવે છે મને મળવા.
જન્મદિનની શુભેચ્છાઓ…:)
Thank you Smitaben for your Birthday wishes and your appreciation !
કમાલની રચના !!!
આપના વિચારોની વણઝારને, કલ્પનાથી કંડારી, કાવ્યમાં કહેવાની કળાની કદર કરવા શબ્દો મળતા નથી.
કરસનભાઈ, આપના સતત પ્રોત્સાહન બદલ આભાર ..
ખાલીપાને તમે ભરો છો …..
સારી છે ગઝલ દક્ષેશભાઈ…
કાફિયામાં સ્વતંત્રતા લઈ સારું કામ કર્યું છે.
જખ્મ કાફિયા બે વાર વાપર્યો છે આપે…
અનીલભાઈ, કાફિયાનું પુનરાવર્તન ટાળવું જોઈએ એ ખરું પણ એમ ન જ થાય એવો નિયમ નથી. અનુભવી અને સિદ્ધ ગઝલકારો પણ એવી છૂટ લેતા હોય છે. કુંવારી લાગણીવાળા શેરમાં જખ્મ કાફિયાથી ગઝલના સૌંદર્યને ઉઠાવ મળે એથી એવી છૂટ લીધી છે. આપ ઝીણવટથી ગઝલને વાંચો છો અને સૂચન કરો છો એનો આનંદ છે.
લાંબી રદીફમાં વધુ એક જોરદાર ગઝલ.અભિનન્દન
કિશોરભાઈ, આપનું પ્રોત્સાહન કલમને નવું બળ આપે છે..
વાહ…!
દક્ષેશભાઇ,
પહેલા અભિનંદન જન્મદિન નિમિત્તે અને બીજા, આ ‘અફલાતુન’
ગઝલ નિમિત્તે…અને એ પણ,ગઝલપૂર્વક !
મહેશભાઈ, જન્મદિનની શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર … આપને ગઝલ ગમી તેનો આનંદ છે.
ત્વચા ને સ્પર્શની વચ્ચે હજુ પણ કૈંક બાકી છે,
હૃદય ધબકાર લઈને રક્ત આવે છે મને મળવા
દક્ષેશભાઈ : હૃદયસ્પર્શી ગઝલ. ખુબ જ ચિંતનસભર રચના. શાંત મન અને પરમ તત્વની સાથે એકરાગિતા આવી રચનાને જન્મ આપે છે.
અભિનંદન
ઈશ્વરભાઈ, આપને ગઝલ પસંદ પડી એનો આનંદ છે. આપના પ્રોત્સાહક પ્રતિભાવ બદલ આભાર.
બહુ જ સરસ અભિવ્યક્તિ અને ગહન વિચારોની ગઝલ…
વાહ દક્ષેશભાઈ.
કીર્તિકાન્તભાઈ, આપને ગઝલ ગમી તેનો આનંદ ..
Totally transperant. Enjoyed.
Thank you for your compliments !
સાંગોપાંગ સુંદર ગઝલ …… બીજા, ત્રીજા અને ચોથા શે’ર માટે અલાયદા અભિનંદન
અશોકભાઈ, આપની દાદ સર-આંખો પર ..
શ્રી “ચાતક” તમારી કાવ્ય રચના હ્રદય હોય છે -તેમાંની આપણ