દિલાસા આવશે દોડીને મળવા એજ આશામાં,
અમે વ્હેતું કરેલું દર્દને આંખોની ભાષામાં.
તમે આવી ગયા સામેથી એ સારું થયું નહીંતર,
લખી શકવાનો હુંયે ક્યાં હતો કશ્શુંય જાસામાં.
તમે આકાશ મારી આંખનું જોયું નથી પૂરું,
અને વાતો કરો છો ઉપગ્રહો મૂકવાની નાસામાં !
સમય સાથે કદી ચોપાટ માંડો તો એ સમજાશે,
પરાજિત થાય છે શ્વાસો ઉના પ્રત્યેક પાસામાં.
તમે પાણી જ પીધું છે, તરસનો સ્વાદ ક્યાં લીધો,
ખબર ક્યાં છે હજી તમને કે મળતું શું પિપાસામાં.
ઘણી તકલીફથી ‘ચાતક’ જશે આ પળ પ્રતીક્ષાની,
પ્રસૂતિ થાય છે આશા તણી ઘેરી નિરાશામાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
તમે આકાશ મારી આંખનું જોયું નથી પૂરું,
અને વાતો કરો છો ઉપગ્રહો મૂકવાની નાસામાં !
क्या बात है दक्षेशभाई……!!!!!!
તમે પાણી જ પીધું છે,તરસનો સ્વાદ ક્યાં લીધો,
ખબર ક્યાં છે હજી તમને કે મળતું શું પિપાસામાં.
સરસ ગઝલ.
અમે વ્હેતું કરેલું દર્દને આંખોની ભાષામાં……
very nice !
સુંદર ગઝલ !
બ્લોગના સૌમ્ય અને સાદગી ભર્યા રૂપ-રંગ ગમ્યા.
મત્લાના શેર માટે ખાસ અભિનંદન !
મત્લા થી શરૂ કરી મક્તા સુધી આખી ગઝલ વાહ્…વાહ્ !!
જો કે મત્લા, ચોથા અને પાંચમા શેર માટે અલાયદા અભિનંદન સ્વીકારજો.
Very nice
I like
વાહ દક્ષેશભાઈ, ખુબ જ સુંદર..
તમે પાણી જ પીધું છે, તરસનો સ્વાદ ક્યાં લીધો,
ખબર ક્યાં છે હજી તમને કે મળતું શું પિપાસામાં.
સાચી વાત છે. ચાંદીના ગ્લાસમાં પાણી પીનારને હૃદયની તરસની શું ખબર હોય? ખુબ જ હૃદયમાંથી નીકળેલી વેદના છે. અતિ સુંદર..તમારા હૃદયમાંથી આવી જ ભાવવાહી રચનાઓ હંમેશા આવતી રહે એવી મારી શુભેચ્છાઓ.
મને તમારી રચના પ્રિય પપ્પા તમારા વગર .. ખુબ જ ગમે છે. ભાવવાહી આ કવિતા મને વારંવાર વાંચવી ગમે છે કારણ કે મારે બે જોડીયા દીકરીઓ છે જે મને ખુબ જ વ્હાલી છે…
તમે પાણી જ પીધું છે, તરસનો સ્વાદ ક્યાં લીધો,
ખબર ક્યાં છે હજી તમને કે મળતું શું પિપાસામાં.
સાચી વાત છે દક્ષેશભાઈ. પાણીનો સ્વાદ ત્યારે જ આવે જ્યારે તરસ અનુભવી હો.
અદભુત રચના.
તમારી રચનાઓ ખુબ જ હૃદયના ઊંડાણમાંથી આવે છે. લાગણીનું દર્દ ખરેખર અનુભવાય છે.
તમે પાણી જ પીધું છે, તરસનો સ્વાદ ક્યાં લીધો,
ખબર ક્યાં છે હજી તમને કે મળતું શું પિપાસામાં.
ઘણી તકલીફથી ‘ચાતક’ જશે આ પળ પ્રતીક્ષાની,
પ્રસૂતિ થાય છે આશા તણી ઘેરી નિરાશામાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’