ધવલગિરીની ટોચ ઊપર જ્યમ હેમ ઊગાડો,
આંખોની માટીમાં સપનાં એમ ઊગાડો.
એક-બે પ્યાદાં ફૂટવાથી થાય કશું નહીં,
જીતવું હો તો આખેઆખી ગેમ ઊગાડો.
ઈર્ષા બધ્ધી સ્ત્રીઓ માટે સ્વાભાવિક છે,
ઉકેલ એનો સીધોસાદો, same ઉગાડો.
ખૂબ ભરોસો થાશે તકલીફોનું કારણ,
સંબંધોમાં એથી થોડો વ્હેમ ઊગાડો.
એક એકથી ચડિયાતા દૃશ્યોનો મેળો
જોવા જગને પાંપણ જેવી ફ્રેમ ઊગાડો.
ક્રોધ નામનો ડાકુ પળમાં લૂંટી લેશે,
જાસાચિઠ્ઠી વાંચી દિલમાં રે’મ ઊગાડો.
શ્યામ રંગથી અંગ હવે ક્યાં રંગાવાનું,
મરુભૂમિમાં ગોરીચટ્ટી મે’મ ઊગાડો.
વિસ્તરતા રણ જેવું થાશે હૈયું ‘ચાતક’,
મૃગજળ સીંચીનેય એમાં પ્રેમ ઊગાડો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Nice one …. as always. Liked it.
દર વખતની જેમ સુંદર ગઝલ.
Khub khub sunder gazal..
badha j sher fine..
મત્લાથી જ ગઝલ સરસ રીતે ઉઘડે છે… જો કે બીજા શે’ર મત્લાની સરખામણીએ સહેજ ઉતરતા લાગ્યા… એક બે શે’રને બાદ કરતા..