આજે મીતિક્ષા.કોમ છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે. વાચકમિત્રો, આપના સાથ-સહકાર અને પ્રેરણા તથા પ્રોત્સાહનથી આ મજલ કાપી કાપી શક્યા છે. આપનો અંતરથી આભાર. આજે મીતિક્ષાબેનનો પણ જન્મદિવસ છે. એમને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ.
==========================
ઊંચા ને ઊંચા બાંધતો રહેજે મકાન પણ,
થોડુંક નીચે લાવજે ઓ દોસ્ત, આભ પણ.
તોરણની આંખમાં તને આંસુ નહીં મળે,
અંદરથી ભીનાં નીકળે છો બારસાખ પણ.
ઈશ્વરના ન્યાય પર હજુ વિશ્વાસ છે મને,
ખોટી મળી છે હસ્તરેખાઓ ને હાથ પણ.
એની આ મુન્સફી ઉપર કહેવું છે એટલું,
હાનિની જેમ આપજે ક્યારેક લાભ પણ.
પ્રારંભ તો બધાંયના સરખા જ હોય છે,
જોવા મળે છે અંત ક્યાં સૌના સમાન પણ.
બદલ્યો મેં રાહ, સાથ; ને મંઝિલની ખેવના,
બદલી શક્યો નથી હજી પગલાંની છાપ પણ.
‘ચાતક’ બધીય ધારણા ખોટી પડે ખરી,
આવી ચડે એ ભૂલથી મારાય દ્વાર પણ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
wishing successful UN countable birthdays to come.
વાહ.. ગઈકાલે જે વાત થઇ હતી તે ગઝલ…!! મત્લા ઉપરાંત મને આ શે’ર વધારે સ્પર્શી ગયો..
તોરણની આંખમાં તને આંસુ નહીં મળે,
અંદરથી ભીનાં નીકળે છો બારસાખ પણ.
…અને હા…સાતમાં વર્ષના મંગલ પ્રવેશ માટે અંતરથી વધાઈ…!! તમારો બ્લોગ સતત પ્રગતિ કરતો રહે એવી શુભકામનાઓ
અશોકભાઈ, આપની શુભેચ્છાઓ બદલ આભાર !
Waahhh…. mast
Congratulations. … :).
કવિ મિત્રશ્રી,દક્ષેશભાઈ
મીતિક્ષા.કોમને સાતમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે અંતઃકરણપૂર્વક વધામણાં અને એક એકથી ચડીયાતા છ વર્ષની લયબધ્ધ ગઝલમય સફર માટે અભિનંદન…ગઝલપૂર્વક !
પ્રસ્તુત ગઝલ પણ સરસ બની છે. આ શેરનું કલ્પન બહુ જ ગમ્યું મિત્ર !
તોરણની આંખમાં તને આંસુ નહીં મળે,
અંદરથી ભીનાં નીકળે છો બારસાખ પણ…..વાહ!
મહેશભાઈ, આપની શુભેચ્છાઓ સર-આંખો પર.. આપના જેવા અનુભવી કવિઓનું માર્ગદર્શન મળતું રહે એ મારે માટે આનંદની વાત છે.
બદલ્યો મેં રાહ, સાથ; ને મંઝિલની ખેવના,
બદલી શક્યો નથી હજી પગલાંની છાપ પણ….
વાહ! સાતમાં વર્ષના મંગલ પ્રવેશ માટે અંતરથી અભિનંદન !!!
મીતિક્ષા.કોમની આપની આ સફરને શુભેચ્છાઓ પાઠવું છું દક્ષેશભાઈ.
આ ગઝલ સુંદર થઈ છે. મુક્ત કાફિયામાં રહીને આપે સ-રસ ગૂંથણી કરી છે.
વેબસાઇટનું આ નવું સ્વરૂપ તો એકદમ સુંદર અને સરળ છે. જોતાં જ ગમી ગઈ… મજા મજા પડી ગઈ.
અનીલભાઈ, આપની શુભેચ્છા બદલ આભાર. આપ જેવા કવિમિત્રોનું સતત પ્રોત્સાહન કલમને ચાલતા રહેવાનું પ્રેરક બળ પૂરું પાડે છે. એ બદલ આપને ધન્યવાદ.
શ્રી દક્ષેશભાઈ, તમારી આ કવિ અને કાવ્યયાત્રા અનંત મંઝિલ સુધી અવિરત ચાલતી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કારણ કે કવિઓ બનતા નથી, કવિઓ જન્મે છે. આપ પણ એક કવિ તરીકે જન્મ્યા છો તો આ પ્રવાહ ને અંત સુધી વહેતો રાખજો બસ.
મનહરભાઈ, તમારા જેવા સહૃદયી ભાવકો જ કલમને નવી તાજગી અને ઉત્સાહ આપે છે ..આશા રાખું કે આપની અપેક્ષાઓ પર ખરો ઉતરી શકું.
Congratulations on a successful progress of such a beautiful website in Gujarati.
સુંદર ગઝલ.
એકદમ સુંદર
Dear Daxesh bhai congratulation on seventh birthday of Mitixa.
Dear Daxsheshbhai, hearty congratulations for the successful journey of 6 years. Wish you all the best for future too.