HAPPY FATHER’S DAY !
===============================
તમારે કારણે અમને મળી આ જિંદગી જગમાં,
તમારે કારણે લાગ્યું મધુર સઘળુંય આ દૃગમાં.
તમારી આંગળી પકડી અમે પહેલાં ચરણ મૂક્યાં,
તમે મંઝિલ બતાવી એટલે ના રાહ અમ ચૂક્યાં.
તમે સુખ આપવા અમને દિવસ ને રાત પીસાયા,
થઈ શું ભૂલ કે બાળકની માફક આમ રીસાયા.
તમે ચાલ્યા ગયા એવી રીતે જ્યમ ચાંદ વાદળમાં,
હવે દેખાવ છો અક્ષર સ્વરૂપે માત્ર કાગળમાં.
ઘણું કહેવાનું બાકી છે, મળો તો એ બધું કહીએ,
સમયની પાળ પર બેસી બધું પાછું અનુભવીએ.
હજીયે આંખ ‘ચાતક’ આપના દીદાર ઝંખે છે,
વિરહની વેદના હૈયાને પારાવાર ડંખે છે.
તમે જીવી ગયા એવા જીવનની છે અભિલાષા,
તમે ક્યારેક તો આવીને મળશો, એજ છે આશા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ સુન્દર. આજે જ વાંચી.
વાહ,
ફાધર્સ ડેને આપે સાર્થક કર્યો આ કવિતાથી…
વાહ! ખૂબ ભાવવાહી પિતૃ તર્પણ…..અભિનંદન!
ખુબ જ સુંદર રચના!! માતૃ-પિતૃ દેવો ભવ!!!
ખૂબ સરસ લાગણી સભર રચના…તમારી ..!!
શબ્દોને ખાલી ઘડામાં ભરું તરસ્યો છે જીવ ઘરું
ટપકાં ટપકાં બારાખડીમાંથી ફૂટતી વેલ ગુંથી ભરું
લતા છે થઈ અક્ષરોની અડકી વળી વાદળે ચરું
મોંધેરી કુંપણો સંગ લચી પડે મોંધી પળો ને ધરું
પુષ્પ પુષ્પની માળા ગોતે તારું જરીક હાસ્ય ધરું
વાદળીના વચમાંથી પેલી ચંદ્ર લકીર લે ધરું !!
—-રેખા શુક્લ
Touching, excellent. Hats off.
ફાધર્સ ડે નિમિતે સુંદર રચના. ગયેલો સમય ફરી આવે એવી આશા કવિતા બની શકે પણ વાસ્તવિક જગત જુદું છે. એક ક્ષણ પણ પાછી આવી શકતી નથી. તમે બસ યાદોને વાગોળી શકો.
વાહ, સુંદર રચનામાં પિતૃ તર્પણ…..ખુબ ભાવવાહી
ઘણું કહેવાનું બાકી છે, મળો તો એ બધું કહીએ,
સમયની પાળ પર બેસી બધું પાછું અનુભવીએ.
હજીયે આંખ ‘ચાતક’ આપના દીદાર ઝંખે છે,
વિરહની વેદના હૈયાને પારાવાર ડંખે
ખૂબ સરસ લાગણી સભર રચના…
ઘણું કહેવાનું બાકી છે, મળો તો એ બધું કહીએ,
સમયની પાળ પર બેસી બધું પાછું અનુભવીએ.
સુંદર અભિવ્યક્તિ. HAPPY FATHER’S DAY !
ભાઈ દક્ષેશ,
ફાધર્સ ડે નિમિત્તે ખુબ જ ભાવવાહી રચના. સોનેટ ફોર્માટમાં રચેલું સુંદર ગીત. બાપુના સંસ્મરણોથી આપણું જીવન ઘડતર થાય છે. બાપુની સાથે વિતાવેલ પળો જ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ફરીથી આપને અભિનંદન.
આપનો,
ઈશ્વર રતિલાલ દરજી
ફાધર્સ ડે માટેની સુંદર અભિવ્યક્તિ.