[Waimea Canyon, Kauai, Hawaii 2012]
સવારથી જ મમ્મી બહુ યાદ આવવા લાગી
શું કરતી હશે, એની તબિયત કેવી હશે…
ઘડીયાળમાં જોયું ..
ત્યાં અત્યારે સવારના નવ થયા હશે ..
એ તુલસીના કુંડાને પાણી પાઈ આવી હશે ..
દેવસ્થાને પૂજા કરવા બેઠી હશે ..
પાઠ વાંચતા ઝોકાં ખાતી હશે..
કદાચ વોશીંગ મશીનમાં કપડાં નાખતી હશે ..
ગુગલ મેપમાં વડોદરા ટાઈપ કર્યું ..
ઝુમ કરતાં કરતાં, રસ્તાઓ વળોટી, ઘર સુધી પહોંચી ગયો ..
અમેરિકામાં બેઠાં, ઓફિસના કોમ્પ્યુટરની સ્ક્રીન પર
વડોદરાનું ઘર જોતાં એક અજબ આનંદ થયો
ક્યાંય સુધી સ્ક્રીનને તાકી રહ્યો …
કદાચ ..
મમ્મી કપડાં સૂકવવા બહાર આવે ને દેખાય જાય ..
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મારા બાને જોયાને વરસો વીતી ગયા. ક્યાંક ઝલક દેખાય જાય તો કેવું સારું અને તેથી મારી નજર ઘણી વાર આકાશ તરફ થંભી જાય છે; પરલોક ઉપર છે, નાનપણની સાંભળેલી વાતો ભુલાતી નથી…
superb. and touchy
દિકરા બહુ જ સરસ રચના કરે છે, ખુબ સરસ. આવું જ લખતો રહેજે..
મારા આશિર્વાદ હંમેશા તારી સાથે જ રહેશે.
સંવેદનાના તાર ઝણઝણાવીને અતીતના ઉંડાણે લઈ જતી અનેરી રચના.
ખુબ સુંદર પ્રતિક્રિયા !
મા ! તું વ્હાલની ભરતી
મા ! ધન્ય બની તુજથી ધરતી
મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,
મા, તારા ખોળામાં સહુને શાતા કેવી મળતી !
તારો હૈયે સ્નેહ નીતરતી એક નદી ખળખળતી
સદા અમારા સુખને માટે પાલવ તું પાથરતી
મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,
” મા ” થી મોટી કોઈ પ્રાર્થના નથી જ સચરાચરમાં
આખી દુનિયા સમાઈ જાતી ‘ મા ‘ ના એક અક્ષરમાં
મમતાની એ મૂરત જોઈ ઈશની આંખો ઠરતી
મા ! તું વ્હાલની ભરતી, વ્હાલની ભરતી, વ્હાલની ભરતી,
-યામિની વ્યાસ
ખુબ જ નવું, આધુનિક સમયનું, અતિશય હ્રદયસ્પર્શી કાવ્ય. ઘણું ગમ્યુ, દક્ષેશભાઈ.
ઘણાંની સાથે આ ભાવ વહેંચ્યો પણ ! મઝા આવી.
અત્યન્ત હૃદયસ્પર્શી, આપને હેપ્પી મધર્સ ડે. સરસ કાવ્ય.
Very good and touchy
સાલી આવી પ્રતિક્ષા પ્રતિક્ષા જ બની રહે છે, બાકી ગુગલ મેપ સુંદર માધ્યમ છે દૂ…રના સ્વજનો સુધી પહોંચવાનું…!!
એકદમ હદયસ્પર્શી કાવ્ય…………
અફ્સોસ એ કેવો ઘર્મ, કે જેમાં વર્ષમાં એક વખત મા યાદ આવે.
ધર્મ, પોતાની જ્ગ્યા ઉપર સાચું, તેને માનનારાઓ તો બાળપણથી જ આપણને ભણાવ્યું કે મા તે મા, બાકી વગડાના વા.
Ahhhhhh…… beautiful. ..