Press "Enter" to skip to content

આઈડીયા Sirji ને આવે !

પીડા ક્યાં પૂછીને આવે,
ઘર એનું સમજીને આવે.

શાલીનતા તો જુઓ સ્મિતની,
પાંપણ પણ લૂછીને આવે !

આમ વ્યથાનાં વાદળ ધીરાં,
આંસુ પણ ગરજીને આવે.

તાળાં મારી દો સૂરજને,
અંધારા કૂંચીને આવે.

પતંગિયાને બેઠું જોતાં,
પાંખ નવી પીંછીને આવે.

માપ લીધું એણે સપનાંનું,
ઊંઘ પછી દરજીને આવે ?

‘ચાતક’ અહીંયા માથું ફોડે,
આઈડીયા Sirji ને આવે !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

  1. Rajesh Mahant
    Rajesh Mahant May 5, 2014

    પતંગિયાને બેઠું જોતાં,
    પાંખ નવી પીંછીને આવે.
    ….. અદભુત ….. ક્યા ખુબ…

  2. Kishore Modi
    Kishore Modi April 27, 2014

    નાની બહેરમાં મબલખ વિચારો સર્જતી સુંદર ગઝલ

  3. Raju Yatri
    Raju Yatri April 26, 2014

    ભાઈ વાહ !
    માપ લીધું એણે સપનાંનું,
    ઊંઘ પછી દરજીને આવે ?

  4. Sudhir Patel
    Sudhir Patel April 26, 2014

    વાહ! સુંદર ગઝલ!!
    સુધીર પટેલ.

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' April 25, 2014

    પતંગિયાને બેઠું જોતાં,
    પાંખ નવી પીંછીને આવે…ક્યા બાત,
    ટૂંકી બહેરમાં સરસ હલકી ફૂલકી ગઝલ.. અલબત્ત ભારેખમ વિચારો સાથે..

  6. Rina
    Rina April 25, 2014

    શાલીનતા તો જુઓ સ્મિતની,
    પાંપણ પણ લૂછીને આવે !

    Waaahhh

    ચાતક’ અહીંયા માથું ફોડે,
    આઈડીયા Sirji ને આવે !

    Mast 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.