જિંદગી તકદીર ને પુરુષાર્થ વચ્ચે જંગ છે,
સ્મિત ને આંસુ તો કેવળ કર્મના ફરજંદ છે.
પારકાંનું દુઃખ જોઈને હૃદય તારું રડે,
એ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે.
ટોચ પર પહોંચ્યા પછી એ સત્ય સમજાશે તને,
આભ જેવા આભનો પણ આખરે તો અંત છે.
મિત્ર, તું જેની વ્યથાના દમ ઉપર રોઈ રહ્યો,
એ જ તારી આવનારી કાલનો આનંદ છે.
તું સમયની ખાંભીઓને શ્વાસથી ચણતો નહીં,
શક્યતાઓ જિંદગીની હર ક્ષણે અકબંધ છે.
મારજે ‘ચાતક’ ટકોરા તું ફકત વિશ્વાસથી,
બારણાં એણે કરેલા એ જ આશે બંધ છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પારકાંનું દુઃખ જોઈને હૃદય તારું રડે,
એ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે.
વાહ બહુ જ સરસ.
અભિનંદન !
મારજે ‘ચાતક’ ટકોરા તું ફકત વિશ્વાસથી,
બારણાં એણે કરેલા એ જ આશે બંધ છે.
ખુબ જ સરસ.
ખુબ જ સરસ
પારકાનું દુઃખ જોઈને હૃદય તારું રડે
એ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે’
વાહ ભાઈ વાહ
બાળપણમાં કઇંક આવું વાંચેલ હતું,
દુઃખી કે દર્દી કે કોઈ ભુલેલા માર્ગ વાળાને વિસામો આપવા તમારા શુદ્ધ્ર હૃદયની ઉઘાડી રાખજો બારી, આમાં હૃદયને સુધ્ધ રાખવા ઉપર ભાર આપવામાં આવ્યું છે.
પારકાનું દુઃખ જોઇને હૃદય તારું રડે,
ઍ ક્ષણે તું માનજે કે તુંય મોટો સંત છે.
ખૂબ સુંદર તાજા ગઝલ
ખૂબ સુંદર ગઝલ !
ચાતક શુ કહુ તને આજે કેટલાક સંતોને એક જ ક્ષણમાં હૈયાધારણા મળી ગઈ છે .
અને સમજાયુ તેને કે કોઈ ચાતક તેને સંત સમજે છે…
વાહ દક્ષેશભાઇ
ટોચ પર પહોંચ્યા પછી એ સત્ય સમજાશે તને,
આભ જેવા આભનો પણ આખરે તો અંત છે.
અદભુત
માણસ આ સત્ય હજી સમજતો નથી.